ઝારખંડ: 'બાળ' રિપોર્ટરે ખોલી સ્કુલની પોલ, વીડિયો વાયરલ થતા તંત્ર હરકતમાં - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/a-student-opened-his-schools-poll-as-a-journalist/" left="-10"]

ઝારખંડ: ‘બાળ’ રિપોર્ટરે ખોલી સ્કુલની પોલ, વીડિયો વાયરલ થતા તંત્ર હરકતમાં


ગોડ્ડા, તા. 05 ઓગસ્ટ 2022 શુક્રવારગોડ્ડાના 12 વર્ષીય વિદ્યાર્થી સરફરાઝએ પત્રકાર બનીને સ્કુલની બદતર હાલતની પોલ ખોલી દીધી છે. સોશિયલ મીડિયા પર સરફરાઝનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મહાગામાના ભિખિયાચક પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી સરફરાઝ હાથમાં લાકડી અને પ્લાસ્ટિકની બોટલને માઈક બનાવી સ્કુલનુ રિપોર્ટીંગ કરતો જોવા મળી રહ્યો છે.વીડિયોમાં સરફરાઝ કહી રહ્યો છે કે હવે હુ આપને ગામની પ્રાથમિક શાળા ભિખિયાચકની પરિસ્થિતિ બતાવુ છુ. વીડિયોમાં સરફરાઝ પોતાના સાથીને સવાલ-જવાબ કરતો જોવા મળી રહ્યો છે. શાળામાં શિક્ષક ગેરહાજર રહે છે. પરિસરમાં ઘાસચારો ઉગી ગયો છે. પીવાના પાણીની તેમજ શૌચાલયની કોઈ વ્યવસ્થા નથી. ક્લાસરૂમમાં ઘાસચારો મૂકેલો છે.વીડિયો વાયરલ થયા બાદ શાળાની સફાઈવીડિયો વાયરલ થયા બાદ સ્કુલ કેમ્પસની સફાઈ કરી દેવાઈ છે. આ ઉપરાંત ગોડ્ડાની ડીએસઈ રજની દેવીએ ભિખિયાચક પ્રાથમિક શાળાના બે શિક્ષકોને બરતરફ કરવાની ભલામણ કરી છે. સરફરાઝને મળી ધમકીગ્રામજનોએ જણાવ્યુ કે શાળાની હાલત ખરેખર ખૂબ ખરાબ હતી. બાળકોનુ શિક્ષણ થઈ શકતુ નહોતુ. આ બાળકની હિંમતના કારણે સ્થિતિ બદલાય જાય તો સારુ છે. જોકે આ સંબંધિત રિપોર્ટીંગ કરનારા વિદ્યાર્થી સરફરાઝે જણાવ્યુ કે વીડિયો વાયરલ થયા બાદથી શિક્ષકોએ તેના ઘરે જઈને ધમકી પણ આપી. સરફરાઝનુ કહેવુ છે શિક્ષકોએ મારી માતાને કહ્યુ કે તમારા છોકરાને સાચવીને રાખો નહીં તો પરિણામ સારુ નહીં આવે.ગામના મુખીએ શુ કહ્યુ ભિખિયાચક પ્રાથમિક શાળા સરિયા પંચાયતમાં આવે છે તે પંચાયતના મુખી એમડી હબીબે જણાવ્યુ કે શાળાની હાલત ખરાબ છે, અમુક દિવસ પહેલા ગયો હતો તો ત્યાં ઝાડીઝાંખરા જોવા મળ્યા હતા. આ વાતને લઈને હજુ હુ નવો છુ તેથી મે ફરિયાદ કરી નહોતી પરંતુ હવે હુ આને મારી રીતે જોઈશ અને આગળ સુધારા માટે પ્રયત્ન કરીશ. મહાગામાના બીઈઓ હરિપ્રસાદ ઠાકુરે કહ્યુ કે અહીં અભિયાન વિદ્યાલય ખોલવામાં આવ્યુ હતુ અને દરેક અભિયાન વિદ્યાલયમાં 2 શિક્ષક આપવાની જોગવાઈ હતી. તેના હેઠળ ત્યાં 2 શિક્ષક આપવામાં આવ્યા હતા. બંને શિક્ષક તે જ ગામના છે.ઘણા દિવસોથી બાળકોને મિડ-ડે મીલ મળી રહ્યુ નથીકેટલાય દિવસોથી મધ્યાહ્ન ભોજન બંધ હતુ અને બેદરકારી રખાતી હતી. સ્વચ્છતા બિલકુલ નહતી. જે વીડિયો વાયરલ થયો તે બાદથી સ્થિતિમાં સુધારો થયો છે. બંને શિક્ષક મોહમ્મદ રફીક અને મોહમ્મદ તમીજુદ્દીન પર આજે કાર્યવાહી માટે લખવામાં આવ્યુ છે અને ડીએસઈ રજની દેવીએ આની ભલામણ પણ કરી દીધી છે. મહાગામાના બીડીઓ પ્રવીણ ચૌધરીએ જણાવ્યુ કે સ્કુલ ખુલવાના સમયે એસડીઓ અને બીઈઓ સાથે ગયા હતા. સ્કુલની સ્થિતિનો જે વીડિયો વાયરલ થયો છે, તે એક રીતે સાચુ છે. કાર્યવાહી માટે ભલામણ કરાઈ છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]