ડ્રેનેજ ડીસિલ્ટીંગમાં વેઠ ઉતારાઈ , અમદાવાદમાં ડીસિલ્ટીંગ પાછળ સો કરોડનો ખર્ચ છતાં નર્કાગાર સ્થિતિ
અમદાવાદ, ગુરુવાર, 4 ઓગસ્ટ,2022અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડીસિલ્ટીંગની કામગીરી
પાછળ કુલ મળીને સો કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં શહેરમાં અનેક
વિસ્તારોમાં ગટરો ઉભરાવાના કારણે નર્કાગાર
પરિસ્થિતિ જોવા મળી રહી છે.સી.સી.ટી.વી. દ્વારા ડીસિલ્ટીંગની કામગીરી કરવા પાછળ ૫૭
કરોડની રકમ ખર્ચ કરવામાં આવી હતી.મ્યુનિસિપલ તંત્ર તરફથી શહેરનાં ૪૮ વોર્ડમાં અંદાજે વોર્ડ
દીઠ મોટા વોર્ડમાં વીસ અને નાના વોર્ડમાં પંદર જેટલી મંડળીઓ ડીસિલ્ટીંગ માટે કામે
લગાડવામાં આવી છે. ડીસિલ્ટીંગની કામગીરી માટે પ્રતિ મંડળી ૪૦ હજાર લેખે ૪૮ વોર્ડમાં
અંદાજે ૨.૮૮ લાખના હિસાબથી વર્ષે ૩૫ કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો
છે.વિપક્ષનેતાના કહેવા પ્રમાણે,
એપ્રિલ-૨૦૨૧થી ડ્રેનેજ લાઈનની સફાઈ માટે મશીનો ભાડે લેવા અને સીસીટીવી દ્વારા
ડીસિલ્ટીંગ કરવા પાછળ ૫૭ કરોડના ખર્ચ સાથે કુલ મળીને સો કરોડની રકમનો ખર્ચ કરવામાં
આવ્યો હોવા છતાં શહેરનાં અનેક વિસ્તારમાં હાલમાં પણ નર્કાગારની પરિસ્થિતિ જોવા મળી
રહી છે.
૪ ઓગસ્ટે મળેલી સ્ટેન્ડીંગ કમિટીમાં ડીસિલ્ટીંગ અને
ડ્રેનેજના કામ અંગે ૮.૭૬ કરોડની દરખાસ્ત મંજુર કરવામાં આવી છે.સો કરોડ જેટલી જંગી
રકમ માત્ર ડીસિલ્ટીંગની કામગીરી પાછળ ખર્ચ કરવામાં આવી હોવા છતાં પણ ગટર ઉભરાવા કે
ગટરના પાણી બેક મારવાની ફરિયાદોનું પ્રમાણ વધી રહયુ છે.જે દર્શાવે છે કે,ડીસિલ્ટીંગના
નામે કરવામાં આવેલ મોટાભાગની કામગીરી માત્ર કાગળ ઉપર કરી મોટા પાયે ભ્રષ્ટાચાર
આચરવામાં આવ્યો છે.આ સમસ્યાનો અંત નહીં આવે તો કોંગ્રેસ દ્વારા જલદ આંદોલન કરવામાં
આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.