હળવદના મહાવીર પાર્કમાં જુગાર રમતા 6 શકુની ઝડપાયા

હળવદના મહાવીર પાર્કમાં જુગાર રમતા 6 શકુની ઝડપાયા


- રહેણાંક મકાનમા ધમધમતી જુગારની હાટડી- પોલીસે રોકડ અને મોબાઇલ સહિત રૂ. 72,300 નો મુદ્દામાલ કબજે કર્યોહળવદ : શ્રાવણિયા જુગારની ધમધમતી હાટડીઓ હળવદ પોલીસે દરોડા પાડી પત્તાના શોખીન તત્વોને ઝડપી લેવા દોડાદોડ કરી રહી છે. ત્યારે હળવદના મહાવીર પાર્ક વિસ્તારના મહીપાલ જગુભા ધાંધલના મકાનમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસે દરોડો પાડયો હતો. ત્યારે ૬ શકુની ઝડપાઇ જતા તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે જુગારીઓ પાસેથી મોબાઇલ અને રોકડ સહિત કુલ રૂ.૭૨,૩૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બહારથી માણસો બોલાવીને જુગારની હાટડી શરૂ કરાઇ હોવાની બાતમીના આધારે પોલીસે મહીપાલ જગુભાના મકાનમાં દરોડો પાડયો હતો. ત્યારે મહિપાલ જગુભા ધાંધલ (રહે.મહાવીર પાર્ક હળવદ), કૌશિક પ્રવીણભાઈ ગોસ્વામી (રહે. સિદ્ધનાથ પાર્ક ,હળવદ), પંકજ જગદીશભાઈ જોશી (રહે.શ્રીજી દર્શન સોસાયટી, રાણેકપર રોડ, હળવદ), યાજ્ઞિાક વાસુદેવભાઈ ગોપાણી (રહે.સ્વામિનારાયણ નગર હળવદ), નવઘણ કાનજીભાઈ ચાવડા (રહે.બહાદુરગઢ તા.જી.મોરબી) અને શ્યામ મેણંદભાઈ રાઠોડ(રહે.નાગડાવાસ તા.જી મોરબી) ઝડપાઇ ગયા હતાં. તેમની પાસેથી રોકડ રકમ રૂપિયા ૫૭,૩૦૦, ત્રણ મોબાઈલ મળી કુલ રૂપિયા ૭૨,૩૦૦નો મુદ્દા માલ કબજે કરાયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »