કયા-કયા મહત્વના ચુકાદા આપ્યા છે ભાવિ ચીફ જસ્ટિસ યુ યુ લલિતે, જાણો - At This Time

કયા-કયા મહત્વના ચુકાદા આપ્યા છે ભાવિ ચીફ જસ્ટિસ યુ યુ લલિતે, જાણો


નવી દિલ્હી,તા.4 ઓગસ્ટ 2022,ગુરૂવારદેશના આગામી ચીફ જસ્ટિસ ઉદય ઉમેશ લલિત એટલે કે યુ યુ લલિત હશે.હાલના ચીફ જસ્ટિસ એન વી રમણા 27 ઓગસ્ટે નિવૃત્ત થવાના છે અને તેમનુ સ્થાન લેનારા યુ યુ લલિતનો કાર્યકાળ ત્રણ મહિનાનો જ હશે.તેઓ 13 ઓગસ્ટ,2014ના દિવસે સુપ્રીમ કોર્ટના જજ બન્યા હતા. તેમણે ત્રણ તલાક સહિતના મહત્વના ચૂકાદા આપ્યા છે.જસ્ટિસ લલિતે 1983માં બોમ્બે હાઈકોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી હતી. 1986માં તેઓ દિલ્હી આવી ગયા હતા. 2004માં સુપ્રીમ કોર્ટે તેમને વરિષ્ઠ વકીલનો દરજ્જો આપ્યો હતો.જસ્ટિસ લલીતને સીધી સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે નિમણૂંક આપવામાં આવી હતી. આ પહેલા જસ્ટિસ એમ એમ સિકરીને 1971માં સીધા વકીલમાંથી સુપ્રીમ કોર્ટમાં જજ બનાવાયા હતા.જસ્ટિસ લલિતે 2017માં ટ્રિપલ તલાક પર ઐતહાસિક ચુકાદો આપ્યો હતો. તેમણે 3-2ની બહુમતીથી ટ્રિપલ તલાકને ગેરકાયદેસર જાહેર કર્યા હતા. તે વખતે તત્કાલિન ચીફ જસ્ટિસ જે એસ ખેર અને જસ્ટિસ અબ્દુલ નજીર ચુકાદાને 6 મહિના સુધી રોકવા માટે અને સરકાર કાયદો બનાવે તેવા મતના હતા પણ જસ્ટિસ લલિતે ચુકાદો આપતા કહ્યુ હતુ કે, ત્રણ તલાક બંધારણનો ઉલ્લંઘન છે.આ સિવાય તેમણે ત્રાવણકોરના શાહી પરિવાર પાસે કેરાલાના શ્રી પદ્મનાભસ્વામી મંદિરના મેનેજમેન્ટનો અધિકાર છે તેવો મોટો નિર્ણય પણ આપ્યો હતો.જસ્ટિસ લલિતની આગેવાની હેઠળની બેન્ચે પોક્સો એકટ પર પણ મોટો ચુકાદો આપ્યો હતો. આ બેન્ચે કહ્યુ હતુ કે, બાળકનુ જાતીય શોષણ કરવાના ઈરાદે કરાતો શારીરીક સંપર્ક પણ યૌન શોષણ માનવામાં આવશે.આ બેન્ચે અગાઉ બોમ્બે હાઈકોર્ટે આપેલા સ્કીન ટુ સ્કીન ટચના ચુકાદાને બદલીને કહ્યુ હતુ કે, ભલે સ્પર્શના કરવામાં આવ્યો હોય પણ જો ઈરાદો જાતીય સબંધ બાંધવાનો હોય તો ચુકાદો આપવાનો ઈનકાર કરી શકાય નહીં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.