“હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત બરવાળા તાલુકાની શાળાઓમાં ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, કવિતા લેખન તેમજ ગાયન સ્પર્ધા જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાયુ
ભૂલકાઓના મીઠાં-મધુરા અવાજથી બરવાળા તાલુકો ગુંજી ઉઠ્યો
તા.૪ :- દેશભરમાં આઝાદીના ૭૫ વર્ષની અમૃત ઉજવણી થઈ રહી છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “હર ઘર તિરંગા” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ આપણા દેશના પ્રત્યેક નાગરીકના હ્રદયમાં રાષ્ટ્રપ્રેમની લાગણીનું સિંચન થાય અને રાષ્ટ્રધ્વજ પ્રત્યે માન-સન્માનની ભાવના કેળવાઈ તે હેતુસર અનેક પ્રકારના કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં “હર ઘર તિરંગા અભિયાન” હેઠળ બાળકો અને નાગરીકોના મનમાં દેશભાવના પ્રબળ બને તે માટે શાળા કક્ષાએ અનેકવિધ પ્રવૃતિ તેમજ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
બરવાળા તાલુકાની શાળાઓમાં “હર ઘર તિરંગા અભિયાન” અંતર્ગત ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, કવિતા લેખન તેમજ ગાયન સ્પર્ધા જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં શાળાના વિદ્યાર્થીઓએ હોંશે-હોંશે ભાગ લીધો હતો. શાળામાં ભણતા ભૂલકાઓના મીઠાં-મધુરા સ્વરથી બરવાળા તાલુકામાં દેશભક્તિના ગીત ગુંજી ઉઠ્યા હતા.
રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.