બરવાળાના કુંડળ ગામે તા. ૬ ઓગસ્ટના સેવાસેતુ કાર્યક્રમનું આયોજન - At This Time

બરવાળાના કુંડળ ગામે તા. ૬ ઓગસ્ટના સેવાસેતુ કાર્યક્રમનું આયોજન


વિવિધ વિભાગની અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવશે

બરવાળા તાલુકાના કુંડળ ગામે કુંડળ પ્રાથમિક શાળા ખાતે નાયબ કલેક્ટરશ્રી, બરવાળાના અધ્યક્ષસ્થાને તા-૦૬/૦૮/૨૦૨૨ ના રોજ સવારના ૯:00 કલાકથી સાંજના ૫:00 કલાક સુધી સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. બરવાળા તાલુકાના ખમીદાણા ગામે યોજાનારા આ સેવાસેતુ કાર્યક્રમમાં કુંડળ, બેલા, ટીંબલા તથા રામપરા ગામના નાગરીકો વિવિધ વિભાગની યોજનાઓનો લાભ લઈ શકે છે.
સેવાસેતુ કાર્યક્રમમાં આવકના દાખલા, જાતિના દાખલા, નોન ક્રીમીલેયર પ્રમાણપત્ર, આધારકાર્ડની કામગીરી, રેશનકાર્ડની કામગીરી, વિધવા સહાય, વૃદ્ધ સહાય, રાષ્ટ્રીય કુટુંબ સહાય સહિતના ફોર્મ સ્વીકારવામાં આવશે તથા વિવિધ વિભાગની અરજીનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવશે. બહોળા પ્રમાણમાં લોકોએ લાભાન્વિત થવા મામલતદારશ્રી, બરવાળાની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon