એક કિલોએ 40 રૂપિયા વધુ કમાવવા ઉપવાસ કરતા ભાવિકોને મકાઈના લોટમાંથી બનાવેલી પેટીસ ધાબડતો વેપારી પકડાયો - At This Time

એક કિલોએ 40 રૂપિયા વધુ કમાવવા ઉપવાસ કરતા ભાવિકોને મકાઈના લોટમાંથી બનાવેલી પેટીસ ધાબડતો વેપારી પકડાયો


રેલનગરમાં ધનલક્ષ્મી ફરસાણમાંથી 50 કિલો અખાદ્ય મેઈઝ સ્ટાર્ચમાંથી બનાવેલી પેટીસનો નાશ

વેપારીઓ પાસેથી અખાદ્ય લોટ મેળવવાનું સરનામું માગતા લાતી પ્લોટમાં સુરેશ કન્ફેક્શનરી નામની પેઢીમાંથી મળ્યું ગોડાઉન

રાજકોટમાં શ્રાવણ માસ શરૂ થતાં જ નફાખોરી માટે લોકોના ઉપવાસ તોડાવવા માટે બિન ફરાળી લોટમાંથી પેટીસ બનાવવાનું ચાલુ કર્યું છે પણ હદ તો ત્યારે થઈ છે કે હાલ રાજકોટમાં ઉદ્યોગોમાં ગુંદર બનાવવા માટે જે અખાદ્ય કોર્ન સ્ટાર્ચ વપરાય છે તેનો લોટ બાંધીને પેટીસ બનાવવામાં આવી રહી છે અને તેનું આખું ગોડાઉન લાતી પ્લોટમાંથી મળી આવ્યું છે. મનપાની ફૂડ શાખાએ શ્રાવણ મહિનાના સોમવારે કે જ્યારે ફરાળી પેટીસનું સૌથી વધુ વેચાણ થતું હોય છે ત્યારે ચેકિંગ હાથ ધર્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.