આર્ય સમાજ વિસાવદરના આંગણે નેત્ર ચિકિત્સા કેમ્પ તેમજ વિવિધ કાયૅક્રમો યોજાયા
આર્ય સમાજ વિસાવદરના આંગણે વિવિધ કાયૅક્રમો યોજાયા
દર મહિનાના છેલ્લા શુક્રવારે યોજાતા કેમ્પની અજોડ સેવા
છેલ્લા કેટલાય વર્ષોથી દર મહિનાના છેલ્લા શુક્રવારે રાજકોટ રણછોડદાસબાપુ આંખની હોસ્પિટલ રાજકોટના સહકારથી આંખને લગતી સારવારનું નિર્દેશન તેમજ જો મોતીયાના ઓપરેશનની જરૂરિયાત પડે તેવા જરૂરતમંદોને કોઇપણ જાતના શુલ્ક વગર એક કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમાં આજરોજ આંખના ૧૬૫ દર્દીની ઓ.પી.ડી થયેલ હતી.તેમજ ૬૨ દર્દીઓને મોતીયાના ઓપરેશન માટે રાજકોટ ખાતે આવવા જવાની સુવિધા તેમજ ભોજનની સુવિધા કાળા ચશ્મા, ટીપા વગેરે સામગ્રી નિશુઃલ્ક આપવામાં આવેલી. આજના આ અવસરે ઉપસ્થિત સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા નાગરિકો શ્રી રસિકભાઈ યોગી, ગજેરા સાહેબ , જેરામભાઈ સંઘાણી, હંસરાજભાઈ રામાણી , રજનીકભાઈ તથા રવિભાઈ વિઠલાણી દ્વારા શુભ દીપ જયોત વડે સેવાનો શુભારંભ કરેલ.તેમજ
વિસાવદર પંથકમાં પોતાની સેવા માટે ખૂબ જ લોકપ્રિય થયેલા અને હાલ મેંદરડાના સામુહિક આરોગ્ય કેન્દ્ર અધિક્ષક શ્રી ડોક્ટર રાકેશકુમાર સિંહાના માતૃશ્રી, ડો. પૂજા મેડમના સાસુજી શ્રધ્ધાંજલી આપવામાં આવી.હંમેશાં પોતાની અજોડ સેવા વડે નિર્મોહી એવા ડો. વિનોદ વાઘેલા (ધારી)નિ નિવૃતમાન પળોને આ નેત્રકેમ્પોમાં સતત સક્રિયતા દર્શાવવા માટે પોતાની લાગણી દર્શાવેલ. તેના શુભ સંકલ્પ બદલ તેમનું આર્ય સમાજ વિસાવદર દ્વારા પુષ્પહાર સાલ તથા પુસ્તક ભેટ અર્પણ કરેલ, તેમજ કેશવ ક્રેડિટ કો ઓપરેટીવ સોસાયટી ના ડિરેક્ટર શ્રી તથા મેનેજર હાજર રહી વર્તમાન સમયમાં લોકોને આર્થિક વ્યવહારમાં બેંક , સોસાયટી તરફથી મળતી નજીવા દરે લોન , નાના ઉદ્યોગ માટે સરળ અને ઓછા દર ની લોન ગોલ્ડ લોન તેમજ ફિક્સ ડિપોઝિટ માટે સગવડતા તથા વર્તમાન સમયમાં બચતનું મહત્વ અને નાણાકીય સહકાર અંગે જીણવટ ભરી માહિતી આપેલ હતી આ કેમ્પને સફળ બનાવવામાં વિસાવદર આર્ય સમાજ પ્રમુખશ્રી સુધીરભાઈ ચૌહાણ, શ્રી જીતુપરી ભોલેનાથ પોપટભાઈ વૈષ્ણવ વગેરે મહેનત કરેલ હતી
રિપોર્ટ હરેશ મહેતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.