ગઢડા શહેરમાં ખાટકીવાસ વિસ્તારમાં ગંદકી સફાઇની વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા માંગ કરાતા તંત્ર દ્વારા ત્વરીત કામગીરી હાથ ધરાઇ. - At This Time

ગઢડા શહેરમાં ખાટકીવાસ વિસ્તારમાં ગંદકી સફાઇની વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા માંગ કરાતા તંત્ર દ્વારા ત્વરીત કામગીરી હાથ ધરાઇ.


બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં ખાટકીવાસના બહારના જાહેર માર્ગ પર છેલ્લા ઘણા સમયથી ગંદકી અને કચરાના ગંજને કારણે હજારો શ્ર્રધ્ધાળુઓ શ્રી સ્વામિનારાયણ મંદિરે દર્શનાર્થે આવતા હોય છે. જ્યારે આગામી તારીખ 29 જુલાઈ 2022 ના રોજ પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતો હોય. ત્યારે શ્રી નીલકંઠ મહાદેવ મંદિર પાસે ખાટકીવાસ બહાર જે ગંદકી ફેલાય છે. તેના અનુસંધાને વિશ્વ હિન્દુ પરિષદ ગઢડા પ્રખંડ ટીમ દ્વારા આજરોજ ગઢડા (સ્વામીના) નગરપાલિકા ચીફ ઓફિસરની રૂબરુ મુલાકાત લેવામાં આવી હતી. અને ગંદકી તેમજ કચરાના ગંજને દૂર થાય તેમજ આ પ્રશ્નોનું કાયમી નિરાકરણ આવે તેવા હેતુથી વિશ્વ હિન્દુ પરિષદ ગઢડા પ્રખંડ દ્વારા રજૂઆત કરવામાં આવી. જે રજુઆત તંત્ર દ્વારા ગ્રાહ્ય રાખી ગઢડા નગરપાલિકા દ્વારા તાત્કાલિક આ ગંદકી દૂર કરવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અનુસંધાને વિશ્વ હિન્દુ પરિષદ ગઢડા પ્રખંડ ટીમ દ્વારા ગઢડા નગરપાલિકાના ચિફ ઓફિસર અને સ્ટાફનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.