શ્રી રણછોડદાસબાપુની પ્રેરણા થી શ્રી માનવ સેવા ચેરી . ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે સદગુરૂ નેત્રમણી નેત્રયજ્ઞનું આયોજન અંજાર મધ્યે કરાયું - At This Time

શ્રી રણછોડદાસબાપુની પ્રેરણા થી શ્રી માનવ સેવા ચેરી . ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે સદગુરૂ નેત્રમણી નેત્રયજ્ઞનું આયોજન અંજાર મધ્યે કરાયું


શ્રી રણછોડદાસબાપુની પ્રેરણા થી શ્રી માનવ સેવા ચેરી . ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે સદગુરૂ નેત્રમણી નેત્રયજ્ઞનું આયોજન અંજાર મધ્યે કરાયું . શ્રી માનવસેવા ચેરી . ટ્રસ્ટ અંજાર આયોજીત શ્રી સદગુરૂ રણછોડદાસ બાપુ ચેરી . ટ્રસ્ટ હોસ્પિટલ રાજકોટ દ્વારા ૮૮ માં વિનામૂલ્યે નેત્રમણી નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન શ્રી રધુનાથજી મંદિર હોલ સવાસર નાકા અંજાર મધ્યે કરવામાં આવેલ હતું . શ્રી માનવ સેવા ચેરી . ટ્રસ્ટ દ્રારા દરમાસની ફીકસ તારીખ ૨૩ મી ના દાતાઓના આર્થિક સહયોગથી એક દિવસીય યોજાતા વિનામૂલ્યે નેત્રયજ્ઞ ના યજમાન દાતા પૂ . સ્વ . જીવાભાઈ રતાભાઈ આહિર , તથા પૂ . સ્વ . રાણીબેન જીવાભાઈ આહિર ના પુણ્યાર્થે પુત્ર આલાભાઈ , પૌત્ર મોહનભાઈ આલાભાઈ આહિર ( ઓમ ઈલેકટ્રોનિકસ ) પરિવારજનો અંજાર - કચ્છ ના રહયા હતા . નેત્રયજ્ઞ શરૂઆત આવકાર સન્માન સાથે પૂ . રણછોડદાસજીબાપુના પૂજન અર્ચન અને દિપ પ્રાગટય થી કરાયેલ હતી . જેમા પૂ.મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ , પૂ.મહંત શ્રી કિર્તિદાસજી મહારાજ , હસમુખભાઈ કોડરાણી ( પ્રમુખ શ્રી માનવ સેવા ચેરી . ટ્રસ્ટ ) , શ્રેષ્ઠિ અગ્રેસરો મહેન્દ્રભાઈ કોટક , મનસખલાલ ગણાત્રા , દિપક કોડરાણી , ગિરિશ ઠકકર , વિરેન્દ્રભાઈ કોડરાણી , રાજેશ સોમેશ્વર , શાન્તિલાલ આડઠકકર , યજમાનદાતા પરિવારજનો આલાભાઈ આહિર , મોહનભાઈ આહિર સાથે ડો . સિતારામ , સીની.ઓપ્થો રાજેશ ખન્ના વગેરે પૂજનવિધિમાં જોડાયા હતા . પ્રસંગે મહંતશ્રીઓ એ આશિર્વચન પાઠવેલા હતા . અને નેત્રયજ્ઞના પ્રેરણા સ્તોત્ર ફાઉન્ડર સ્વ . રાજુભાઈ કોડરાણી ની સેવા સ્મૃતિઓ તાજી કરી દરેકની મંગલ કામના ઈચ્છી હતી . નેત્રયજ્ઞનના દાતા પરિવારજનોને સ્મૃતિ ભેટ પ્રસાદી માનભેર સન્માન સાથે અર્પણ કરાયેલ હતી . નેત્રયજ્ઞમાં ૧૫૦ જેટલા લાભાર્થીઓની આંખોની તપાસણી કરાયેલ જેમાંથી ૫૫ જેટલાને આંખોના મોતિયાના ઓપરેશન માટે સદગુરૂ હોસ્પિટલ રાજકોટ મુકામે બસો વાહનો દ્વારા મોકલવા આવ્યા હતા . અન્ય બાકીના તમામને આંખોના ટીપા , દવા ફી સાથે માર્ગદર્શન અપાયું હતું . ડાયાબિટિસ અને બી.પી તપાસ માટે પરેશ દરજી , મંજુલાબેન ઠકકર , મનોજ ભીન્ડે , જગદિશ સાધુ , દિલિપ દૈયા વગેરે સેવા આપેલ હતી . જયારે વોલ્વિન્ટર તરીકે હિરાલાલ પરબીયા , કાંતિલાલ માસ્તર , નરેશ ગાંધી , જે.કે , ઠકકર , દિલિપ માણેક , કિશોર ત્રીવેદી , હસમુખ ભીન્ડે , મહાદેવભાઈ આહિર , ભીખાભાઈ , શાન્તિલાલ મજીઠીયા , સુરેશભાઈ કોડરાણી , કલ્પેશ ઠકકર સહે સારી એવી જહેમત ઉઠાવેલ હતી . નેત્રયજ્ઞમાં ચા - પાણી નાસ્તા અને લાભાર્થીઓ માટે જમવા પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવેલ હતી . અંતે માનભેર સૌને વિદાય આપતા આભારની લાગણી વ્યકત કરેલ હતી .
રિપોર્ટ -દિપક આહીર
એટ ધીશ ટાઈમ ન્યૂઝ
ભચાઉ કચ્છ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.