માળીયા હાટીના તાલુકાના આપ આગેવાન અને તાલુકા પંચાયત સદસ્ય એ કામની રાજનીતિનું એક માત્ર ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી કોઝવેનું લોકાઅર્પણ કર્યું
આપ આગેવાને પોતાના સ્વખર્ચે રૂ 4,35,000/ નું કોઝવે બનાવી આપ્યું
દરેક પક્ષના નેતાઓએ રાજનીતિનું ઉત્તમ ઉદાહરણ શીખ આપ આગેવાન માંથી મેળવવી જોઈએ
વાત કરવામાં આવે તો માળીયા હાટીના તાલુકા પંચાયત નીચે આવતી સીટ ગલોડર તાલુકા પંચાયત સીટ જેમાં જામવાળી ગામનો ઉગમણી દિશાનો વર્ષો જૂનો પ્રશ્ન વાડી વિસ્તારમાં જવા માટે કોઝવે પુલની જરૂરિયાત હતી
જ્યારે તાજેતરમાં યોજાય ગયેલી તાલુકા પંચાયત ની ચૂંટણી માં આપ આગેવાન પિયુષ પરમારે કોઝવે બનાવવાની ગેરેન્ટી આપી હતી પરંતુ કોઈ કારણસર પીયૂષ પરમાર ની તાલુકા પંચાયત ના બનતા પોતે પોતાના ખર્ચે રૂ. 4,35,000/ કોઝવે બનાવી આપેલ
આ કોઝવે બનાવતા ગ્રામ લોકોએ જણાવ્યું હતું ઘણા સમય થી અમારો પ્રશ્નો હતો આ પ્રશ્નો વારંવાર સતાધીશના આગેવાનોને રજુઆત કરી, પરંતુ કોઈ પક્ષના આગેવાનો એ આકામ નુ ધ્યાન આપવામાં આવ્યું નથી પરંતુ , માળીયા હાટીના તાલુકાના ઇતિહાસ માં સૌ પ્રથમ નવ યુવાન અને આપ આગેવાન પિયુષ પરમારે પોતાના સ્વખર્ચે આ કોઝવે બનાવી આપી રાજનીતિ નું એક માત્ર મોટું અને સારું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું આતકે પિયુષ પરમાર દ્વારા આ કોઝવેનું લોકઆર્પણ કરી વાડી વિસ્તારના લોકોને મો મીઠા કરાવ્યા અને કોઝવે બનતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો આતકે જામવાળી ગામમાં આપ આગેવાન પીયૂષ પરમાર ગેરંટી સાથે કામ કરે છે તેવું ગ્રામ જનો જણાવી રહ્યા છે
📷 કેમેરામેન ભાવિન ઠકરાર
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.