પાદરા ભાજપની તાલુકા કોંગ્રેસ મહિલા મોર્ચા પ્રમુખને ફરજમુક્ત કરવા રજૂઆત.
પાદરા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા સરકાર સામે ષડયંત્ર કરનાર ઝંખનાબેન પુરોહિતને ફરજ મુક્ત કરવા માટે પાદરા તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપ્યું હતું . પાદરા તાલુકા ભાજપના હોદ્દેદારો તાલુકા પંચાયત કચેરીમાં ભેગા થયા હતા . જેમાં તા . 8 જુલાઈએ મોભા રોડ ખાતે પાદરા તાલુકા કોંગ્રેસના આગેવાનો અને રાજ્ય સરકારના મિશન મંગલમમાં પીઆરસી પ્રોફેસનલ રિસોર્સ પર્સન તરીકે સખી મંડળમાં ફરજ બજાવતા અને તાલુકા કોંગ્રેસના મહિલા મોરચાના પ્રમુખ જંખનાબેન પુરોહિતે રાજ્ય સરકાર વિરુદ્ધ ખોટી રીતે મહિલાઓને ભેગા કરી કોંગ્રેસની રેલી કરી ભાજપની તથા સરકારની હાય હાય બોલાવી નારા લગાવ્યા હતા . અને પ્રાથમિક શાળામાંથી રેલી કાઢી તથા શાળાની સ્વચ્છતા ઉપર સવાલ ઉઠાવ્યા હતા . જે સંદર્ભે પાદરા તાલુકા ભાજપના હોદ્દેદારો દ્વારા TDO ને રજૂઆત કરાઈ છે . જેમાં ગુજરાત સરકાર દરેક શાળાને રીપેરીંગની ગ્રાન્ટ પણ મંજુર કરેલી છે . ઝંખનાબેન પુરોહિત સખીમંડળની બેહનો પાસેથી વધારે પૈસા પડાવે છે . આથી આર્થિક વ્યવહારોની તપાસ કરવા રજૂઆત કરી હતી તેમજ સરકાર સામે કાવતરું કરવા બદલ ફરજ મુક્ત કરવા માગ કરી છે . મારી સામે કરેલ આક્ષેપો પાયા વિહોણા છે . જે સખી મંડળની બેને અમારી વિરુદ્ધ રજૂઆત કરી છે , તે પોતેજ ફ્રોડ છે . અને સખી મંડળની તમામ બેહનોના ગવાસદ બેંકમાં ખાતા ખુલી ગયા છે , જો અમે કાવતરું રચ્યું હોય તો બેંકમાં બેલેન્સની તપાસ કરાવી લો તો ખબર પડી જાય.
ઉમેશ ભાટીયા.વડોદરા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.