વલભીપુર પોલીસ મથકે PSI ચુડાસમાને વિદાઈ અને PSI સરવૈયાનું વેલકમ કરાયુ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/dujtuqfhnnzqyaxu/" left="-10"]

વલભીપુર પોલીસ મથકે PSI ચુડાસમાને વિદાઈ અને PSI સરવૈયાનું વેલકમ કરાયુ


*વલભીપુર પોલીસ મથકે PSI ચુડાસમાને વિદાઈ અને PSI સરવૈયાનું વેલકમ કરાયુ*

વલ્લભીપુર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા અને જેસર ખાતે બદલી થતાં પી.એસ.આઇ હરપાલસિંહ ચુડાસમાનો વિદાય સમારંભ યોજાયો
વલભીપુર પોલીસ સ્ટેશન ખાતે ફરજ પર બજાવતા પી.એસ.આઇ.ચુડાસમાનો આજે વલભીપુર પોલીસ સ્ટેશન ખાતે વિદાય સમારંભ યોજાયો હતો જેમાં નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ તમામ નગરસેવકો તથા વલભીપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ સહિત તમામ લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાથે વલભીપુરના પત્રકાર મિત્રોએ પી.એસ.આઇ. ચુડાસમાને ફુલદસ્તો આપીને શાલ ઓઢાડીને ભવ્ય વિદાય આપી હતી જ્યારે જેસરથી બદલી થઈને PSI ડી.કે.સરવૈયા એ વલભીપુર પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળ્યો ત્યારે નગરપાલિકાના પ્રમુખ,ઉપપ્રમુખ સહિતના તમામ સભ્યો અને પત્રકાર મિત્રોએ ફુલહાર કરીને તેમજ ગામ લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતુ

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]