શ્રી ચોક્સી કોલેજ વેરાવળમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/mfo24hq5z2l0obsw/" left="-10"]

શ્રી ચોક્સી કોલેજ વેરાવળમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ


શ્રી ચોક્સી આર્ટ્સ અને કોમર્સ કોલેજ વેરાવળ દ્રારા ગીર સોમનાથ જિલ્લા ચુટણી વિભાગ અંતર્ગત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અન્વયે તા. ૧૯/૦૭/૨૦૨૨ ના રોજ અઢાર વર્ષ પુર્ણ થતાં હોય તેવા યુવા ભાઈ બહેનોના નવા ચુટણી કાર્ડ તૈયાર કરવા માટે એક વિશેષ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં મામલતદારશ્રી શામળા સાહેબ, સર્કલ ઓફિસર ડાભી સાહેબ તેમજ બી.એલ.ઑ.ઝાલા સાહેબ તથા મેઘનાથી સાહેબ તથા ચોક્સી કોલેજ સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહેલ ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત પ્રિન્સિપાલ એમ.ડી.ઝોરા સાહેબ દ્રારા કરવામાં આવેલ. તેમજ કોલેજની બહેનોએ મહેમાનોનું કુમ કુમ તિલક તથા પુષ્પગુચ્છ દ્રારા  અભિવાદન કરવામાં આવેલ. ત્યારબાદ મામલતદારશ્રી શામળા સાહેબ દ્રારા વિધાર્થીઓને મતદાર નામ નોધણી અને ચુટણી કાર્ડનું મહત્વ સમજાવવામાં આવેલ અને કોલેજમાં અભ્યાસ કરતાં સો ટકા યુવા ભાઈ બહેનો પોતાનું નામ નોધણી કરાવે તેવું ભારપૂર્વક જણાવેલ. તેમજ કોલેજમાં ગત વર્ષે મતદાર યાદી  સુધારણા કાર્યક્રમ અંતર્ગત કેમ્પસ એમ્બેસેડર તરીકે કરેલ કામગીરી અંગે જિલ્લા ચુટણી વિભાગ દ્રારા બેસ્ટ કેમ્પસ એમ્બેસેડર તરીકે સન્માન કરવામાં આવેલ ચિત્રોડા વિશાલ તેમજ અન્ય વિશિષ્ટ કામગીરી કરનાર કેમ્પસ એમ્બેસેડર સોલંકી અજય અને ડાભી સેજલનું કોલેજ પરિવાર દ્રારા સન્માન કરવામાં આવેલ. તેમજ નવ નિયુક્ત કેમ્પસ એમ્બેસેડર સોલંકી આદિત્ય અને ચુડાસમા પિયુષનું સ્વાગત કરવામાં આવેલ. આ કાર્યક્રમ દ્રારા દરેક વિધાર્થીઓનું મતદાર યાદીમાં ઓન લાઇન નોધણી તેમજ નવા ચુટણી કાર્ડ માટેનું રર્જિસ્ટ્રેશન કરવામાં આવેલ. આ સમગ્ર કાર્યક્રમનુ આયોજન અને સંચાલન  એન.એસ.એસ.યુનિટના સ્વયં સેવકો અને પ્રોગ્રામ ઓફિસર ડૉ.એ.એમ.ચોચા સાહેબ દ્રારા કરવાં આવેલ.
 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]