સાબરકાંઠા જિલ્લામાં ધો.૧૦ની પૂરક પરીક્ષામાં બેઝિક ગણિત વિષયમાં ૩૦૮૬ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી
*સાબરકાંઠા જિલ્લામાં ધો.૧૦ની પૂરક પરીક્ષામાં બેઝિક ગણિત વિષયમાં ૩૦૮૬ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી*
************
*ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના ગણિત વિષયમાં ૧૩ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી*
સાબરકાંઠા
આબીદઅલી ભુરા
સાબરકાંઠા જિલ્લામા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ - ૧૦ અને ધોરણ - ૧૨ સામાન્ય પ્રવાહ /વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા- ૨૦૨૨ તા. ૧૮ થી ૨૨ જૂલાઇ ૨૦૨૨ દરમિયાન હિંમતનગર ખાતે ૧૯ બિલ્ડીંગના ૧૭૩ બ્લોકમાં પરીક્ષા યોજાનાર છે.
પૂરક પરીક્ષા-૨૦૨૨ના પ્રમથ દિવસે ધોરણ ૧૦માં બેઝિક ગણિત (૦૧૮) વિષયમાં ૩૬૬૦ વિધ્યાર્થીઓ પૈકી ૩૦૮૬ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જ્યારે ૫૭૪ વિધ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા. બેઝિક ગણિત વિષયમાં ગુજરાતી માધ્યમમાં ૩૦૫૯ અને અંગ્રેજી માધ્યમમાં ૨૭ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
ધોરણ-૧૦માં ગુજરાતી પ્રથમ ભાષામાં ૨૫૨ વિધ્યાર્થીઓ પૈકી ૨૨૮ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ૨૪ વિધ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા.ગુજરાતી પ્રથમ ભાષામાં ૧૩ દિવ્યાંગ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમજ અંગ્રેજી પ્રથમ ભાષામાં ૦૫ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
ધોરણ-૧૨માં વિજ્ઞાન પ્રવાહના ગણિત વિષયમાં ૧૩ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે જીવ વિજ્ઞાન વિષયમાં ૩૭ વિધ્યાર્થીઓ પૈકી ૩૧ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જેમાં ગુજરાતી માધ્યમમાં ૨૩ અને અંગ્રેજી માધ્યમમાં ૦૮ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.એમ શિક્ષણાધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.