ગઢડા નાં ખેડૂત નું સિઝ કરેલ લોડર વળતર સાથે પરત કરવા કોર્ટનો ફાઈનાન્સ કંપનીને હુકમ - At This Time

ગઢડા નાં ખેડૂત નું સિઝ કરેલ લોડર વળતર સાથે પરત કરવા કોર્ટનો ફાઈનાન્સ કંપનીને હુકમ


*ગઢડા નાં ખેડૂત ને લોડર પરત આપવા સાથે વળતર ચૂકવવા કોર્ટનો ફાઈનાન્સ કંપનીને હુકમ*

મુળી તાલુકાનાં ગઢડા ગામે ખેડૂત નરશીભાઈ પોપટભાઈ એ ફાઈનાન્સ કંપની ની લોન કરી લોડર ખરીદી કરી હતી અને નિયમોનુસાર હપ્તા ભરતાં હતાં એક હપ્તા માં વિલંબ થતાં ફાઈનાન્સ કંપની એ લોડર સિઝ કરેલ હતું માટે ખેડૂત ઓફિસ પર જ‌ઈ હપ્તો ભરવાની તૈયારી દર્શાવી હતી પરંતુ ફાઈનાન્સ કંપની એ લોડર અન્ય ને વેચી દિધેલ એટલે લોડર દેવાની ઘસીને ના પાડતાં ખેડૂત જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ માં કેસ દાખલ કર્યો હતો જેમાં ખેડૂત ને એકપણ મુદત આપવામાં ન આવી અને લોડર બારોબાર વેચી મારેલ તે બાબતે કેસમાં ચુકાદો જાહેર કરવામાં આવેલ હતો તેમાં જણાવાયું હતું કે ખેડૂત નરશીભાઈ એ ત્રણ હપ્તા અને એક એડવાન્સ હપ્તો ચુકવી આપવો તેની સામે ફાઈનાન્સ કંપનીને લોડર નો જ્યારથી કબજો લીધેલ ત્યારથી માસીક ૬૦૦૦૦ રૂપિયા ખેડૂત ને ચુકવવા અને માનસિક ત્રાસ આપવા માં આવેલ તેનાં ૧૫૦૦૦ ચુકવવા અને અરજી કોર્ટે ખર્ચો ૫૦૦૦ દિવસ ૬૦ માં ચુકવવાનો આદેશ કર્યો હતો આ હુકમ થી નરશીભાઈ એ જણાવ્યું હતું કે અમારી આજીવિકા નું સાધન આ લોડર હતું જે બારોબાર આ ફાઈનાન્સ કંપની એ વેચી મારેલ અમોને કોઈપણ જાતની જાણ કરવામાં આવી નથી અમો હપ્તો ભરવા ની પણ તમામ તૈયારીઓ દર્શાવેલ હતી તેમ છતાં ફાઈનાન્સ કંપની નું બેહુદુ વર્તન સામે આવેલ આજે અમોને ન્યાય મળેલ છે તેનાં થી અમો ખુશી છીએ

*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.