ગુજરાતનાં જૂનાગઢ જિલ્લામાં ભારતીય મોર્ચા બેરોજગાર દ્વારા બેરોજગારી વિરોધમાં ત્રીજા ચરણમાં ભારત બંધનું એલાન ભારત બંધનું આંદોલન - At This Time

ગુજરાતનાં જૂનાગઢ જિલ્લામાં ભારતીય મોર્ચા બેરોજગાર દ્વારા બેરોજગારી વિરોધમાં ત્રીજા ચરણમાં ભારત બંધનું એલાન ભારત બંધનું આંદોલન


તા:15 ગુજરાતનાં જૂનાગઢ જિલ્લામાં ભારતીય મોર્ચા દ્વારા બેરોજગારનાં વિરોધમાં ત્રીજા ચરણનાં આંદોલનમાં આજે વિશાળ સંખ્યામાં ભવ્ય રેલી કાઢીને ભારત બંધના આંદોલનને સમર્થન જોવા મળ્યું હતું આ આંદોલનનાં 25 રાજ્યોમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા જેમાં અગાઉથી આંદોલનકારી ઓએ કલેકટરશ્રીને આવેદનો આપીને આંદોલનની પણ મંજૂરી લીધેલ હતી દેશભરમાં વધી રહેલ બેરોજગારી સામે અને અગ્નિપથ યોજના સામે ભારત મુકિત મોર્ચાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા રાજ્ય કક્ષાની રેલીઓને આહવાન કર્યું હતું હાલ દેશમાં વધતી જતી મોંઘવારી અને વધતી જતી બેરોજગારીનાં કારણોથી આજે અનેક યુવાનો બેરોજગાર જોવા મળે છે

જેમાં ગુજરાતમાં ઘણા સમયથી ક્લાસ 1 ક્લાસ 2 કલાસ 3 કલાસ 4નાં અધિકારીઓની ભરતી કરવામાં આવતી નથી ત્યારે આજે ગુજરાતના અનેક યુવાનો બેકાર જોવા મળે છે જેમાં ખેડૂતો દરેક મજૂર વર્ગના લોકો આજે પોતાના બાળકને ઊંચ અભ્યાસ કરાવીને મોંઘી દાટ ફી ભરીને ડિગ્રી પ્રાપ્ત કરતા હોય છે ત્યારે આજે અનેક યુવાનો પણ બેકાર જોવા મળે છે જેમાં આર્મીમાં અગ્નિપંથની સરકારે નવી યોજનાની જાહેરાત કરતાની સાથે 4વર્ષની ટૂંકી નોકરી અને પેન્શન બંધ કરવાની થોડાં સમય પહેલાં જાહેરાત કરી હતી જેમનાં વિરોધમાં આજે જુનાગઢ જિલ્લામાં ભારતીય મોર્ચા દ્વારા ભવ્ય રેલીનું ભારત બંધની રેલીનું આયોજન કર્યું હતું જેમાં સંયુક્ત રાષ્ટ્ર 2014નાં અહેવાલ મુજબ ભારત વિશ્વમાં સૌથી વધુ યુવાનો ધરાવતો દેશ છે અને 35.6 કરોડની વસ્તી યુવાનોની છે ખરેખર દેશની પ્રગતિ યુવાનોને મળતી બેરોજગારીથી થતી હોય છે

ત્યારબાદ જો આવીજ રીતના બેરોજગારોની સંખ્યા વધતી જશે તો યુવાનોને પૂરતી રોજગારી નાં મળવાના કારણે ખોટા વિચારો અને ખોટા પગલાઓ ભરી અને યુવાનો આત્મહત્યા તરફ વળતા જોવા મળશે ત્યારે દેશના યુવાનોની ગંભીર પરિસ્થિતિથી થશે જેમાં અનેક યુવાનોના માતા-પિતા રોજગારી ઉપર આધારિત હોય છે અને એમના અનેક સપનાઓ પણ અધૂરા રહી જતા હોય છે ત્ત્યારે જવાબદાર કોણ હશે સરકાર કે તંત્ર ??? એવું પણ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે જેમાં આજે એન.ડી યુ.પી એલ.પી.જી દ્વારા ઉદારીકરણ ખાનગીકરણ કાયદેસર કારણ કાયદો 1991 માં લાવવામાં આવ્યો હતો તેના કારણે દેશમાં અને દેશમાં બેરોજગારી વધી રહી છે

જેમાં આજ શિક્ષિત બેરોજગારોની વધતી જતી ભીડ પણ દેખાઈ રહી છે જેમાં એન.સી.આર.બી નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના રિપોર્ટ અનુસાર દેશમાં દરરોજ 38 શિક્ષિત યુવાનો બેરોજગારીથી આત્મહત્યા કરી રહ્યા છે આ બેરોજગાર યુવાનોને આત્મ હત્યા કરતાં બચાવવા આજે ગુજરાતમાં જૂનાગઢ ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની સ્ટેચ્યુથી બહોળી સંખ્યામાં રેલી કાઢીને આંદોલન કરવામાં આવ્યું હતું જેમાં ગીર સોમનાથ જિલ્લાનાં અનેક યુવાનો આ રેલીમાં જોડાયા હતા

પ્રેસ રિપોર્ટર ડિ.કે વાળા ગીર ગઢડા ગીર સોમનાથ
મોં 8780138711/6353343852


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.