*ડભોઇના પણસોલી ગામ પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ડભોઇ પોલીસ* - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/rhhlcegjwtwhijej/" left="-10"]

*ડભોઇના પણસોલી ગામ પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ડભોઇ પોલીસ*


રિપોર્ટ:- નિમેષ સોની, ડભોઈ

ડભોઇ પોલીસને  અંગત બાતમીદાર પાસેથી બાતમી મળી હતી કે, ડભોઇ નજીક ઢાલનગર વસાતમાં રહેતા જયેશભાઈ કેશુભાઈ વસાવા ઉર્ફે કેસરિયો નાઓએ ઢોલ નગર વસાહત નજીકની પણસોલી ગામની સીમમાં આવેલ ડભોઇ નગરપાલિકાના ડમ્પિંગ યાર્ડમાં કચરામાં તથા શેડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો બહારથી મંગાવી સંતાડી રાખેલ છે. તેમજ ચોરી

છૂપીથી વિદેશી દારુનું છુટક વેચાણ કરે છે જે ચોક્કસ બાતમીના આધારે ડભોઇ પોલીસ સ્ટાફના યુવરાજસિંહ,  દિનેશભાઇ, અર્જુનસિંહ, દીપકભાઈ, રરાજેન્દ્રસિંહ સહિતના જવાનોએ બે પંચોના માણસો સાથે રાખી બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા નગરપાલિકાના ડમ્પીંગ યાર્ડમાં પડેલ પ્લાસ્ટીકની કોથળીઓના કચરામાં તથા જમણી બાજુ આવેલ શેડની નીચે કચરામા ભારતીય બનાવટના વિદેશી દારુની પ્લાસ્ટિકની બોટલો તથા પ્લાસ્ટીકના ક્વાટર તથા બીયરના ટીન કૂલ નંગ ૮૬૪ કિંમત રૂ.૧,૪૮,૬૩૨નો મુદ્દામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

            આ આરોપી વિરુદ્ધ ડભોઇ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન કલમ ૬૫ એ. ઈ. મુજબનો ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. જેથી ગેરકાયદેસર રીતે  ભારતીય બનાવટના વિદેશી દારૂનો વેપલો કરતાં તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]