કારેલીબાગ બ્રિજ જવાના સ્થળે કોર્પોરેશન દ્વારા જ કચરાના ઢગલા કરતા લોકોને ત્રાસ.
સ્માર્ટ સિટી વડોદરામાં લોકો પ્રાથમિક સુવિધા મુદ્દે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે . તેવામાં હવે ભૂતડીઝાંપા - કારેલીબાગ માર્ગ ગંદકીના કારણે સાંકડો થતાં સ્વચ્છતાની વાતો ચોપડા પૂરતી સીમિત રહી છે . વડોદરા શહેર લાઈક વડોદરા શહેરમાં સ્માર્ટ સિટી હેઠળ વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રાથમિક સુવિધાના નામે કરોડો રૂપિયાનો ખર્ચો પાડવામાં આવ્યો છે . પરંતુ આજે પણ ચારેય ઝોનમાં શુદ્ધ પાણી નહીં મળવું , ઉબડખાબડ રોડ રસ્તા અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે . ખાસ કરીને સ્વચ્છતાના નામે પણ સમય સાથે નાણાનો વ્યય થઈ રહ્યો છે . કારણ કે , કોર્પોરેશન દ્વારા બેદરકાર સામે દંડાત્મક કાર્યવાહી અથવા કડક વલણ નહીં અપનાવતા આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે . ભૂતડીઝાંપા - કારેલીબાગ માર્ગ બનાવવા માટે વડોદરા કોર્પોરેશનની જમી ન હોય કે ખાનગી માલિકી ની જમીનમાં ગંદકીના ઢગલા મુખ્ય માર્ગ સુધી પહોંચતા માર્ગ સાંકડો થયો છે . સામાજિક કાર્યકર્તા એ આ અંગે તંત્રની ઝાટકણી કાઢી વહેલી તકે સફાઈની માંગ કરી છે . અત્રે ઉલ્લેખનીય છે કે , જ્યારથી આ માર્ગ બન્યો છે . ત્યારથી છાસવારે આ પ્રકારની સમસ્યા ઉદભવે છે . અને ગંદકીના કારણે ઢોરનો જમાવડો થતાં અકસ્માતનો ભય પણ વાહન ચાલકને સતાવી રહ્યો છે .
ઉમેશ ભાટીયા.વડોદરા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.