વર્ષોથી એકની એક જગ્યાએ અડિંગો જમાવીને બેઠેલા ચોકીદારની બદલી
સિહોર ના દાતાશ્રી દ્વારા હંસદેવ મહિલા બાગ બનાવી પાલિકાને દેખરેખ સાથે તથા સોંપી આપેલ ત્યારે પાલિકા દ્વારા એક ચોકીદાર ની ત્યાં નિમણૂક કરી હતી અને પાણી,ફુલઝાડ ની માવજત ચોકીદાર ને કરવાની ફરજ સોંપી હતી ત્યારે
સિહોર પાલિકાના હંસદેવ મહિલાબાગમાં ફૂલઝાડની રખેવાળી તથા બગીચાની જાળવણી માટે ૨ખાયેલા ચોકીદાર વિનુભાઈએ આ મહિલા બાગ માં ચોકીદાર માટે રૂમ બનાવેલ જે સાર સંભાળ રાખવાની જવાબદારી હોય ત્યારે ચોકીદાર વિનુભાઈ દ્વારા બગીચામાં રહેલ અન્ય બે રૂમોમાં પણ તેમનો માલસામાન રાખીને વાપરવા લાગતા તેમજ તેની ફરજમાં બેદરકારી દાખવતા સિહોર નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ દ્વારા અવારનવાર સુચનાનું ઉલ્લંઘન કરતા હોય ત્યારે ચિફ ઓફિસર દ્વારા આ ચોકીદારની અન્ય સ્થળ પર બદલી કરી. નાખી ગત તા .૨૭.૬ ના તાત્કાલીક બગીચાના તમામ રૂમો ખાલી કરવાની નોટીસ આપવા છતા ચોકીદારે મનમાની કરી રૂમો ખાલી નહિ કરતા સેનેટરી ઈન્સ્પેકટર તથા પાલિકાના સ્ટાફે પોલીસ પ્રોટેકશન સાથે રાખી ચોકીદારનો માલસામાન બહાર કાઢી ઓરડી તથા અન્ય રૂમોને તાળા મારી નગરપાલિકાએ તેનો સંભાળી લીધો છે. રીપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.