મોટા ખુટવડા બજરંગપુરા પ્રાથમિક શાળામાં તાલુકા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.
રાજ્ય વહીવટમાં પારદર્શકતા આવે તે માટે સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લોકોને ઘર આંગણે મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ત્યારે મહુવા તાલુકાના મોટાખુટવડા બજરંગપુરા વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળામાં મહુવા તાલુકા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને આઠમાં તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આવક,જાતિ પ્રમાણપત્રો,આધાર કાર્ડ, રેશનકાર્ડ,સિનિયર સિટીઝન, પશુપાલન પંચાયત,વિભાગ સમાજ કલ્યાણ વિભાગ સહિતની સરકારી યોજના ને લગતી અરજીઓના નિકાલ માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે મહુવા તાલુકા વિકાસ અધિકારીશ્રી,મહુવા મામલતદાર,રાજકિય આગેવાનો,આસપાસના તલાટી કમ મંત્રીશ્રીઓ તથા સરપંચશ્રીઓ,એ.ટી.વી.ટી. સ્ટાફ તેમજ ગામના આગેવાનો સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા
રીપોર્ટ.રમેશ.જીંજુવાડીયા-મહુવા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.