સાબરકાંઠા જિલ્લામાં:- “ભણેલી દીકરી બે કૂળને તારે”
સાબરકાંઠા જિલ્લામાં:-
“ભણેલી દીકરી બે કૂળને તારે”
-----------------------------------------------------------------------------
સાબરકાંઠામાં:-
શાળા પ્રવેશોત્સવના ૧૭ માં ચરણ પ્રારંભે ધોરણ ૧ અને આંગણવાડીના ભુલકાઓને દફતર,પાટી પેન,ચોપડા,ચોકલેટ આપી વાજતે ગાજતે સામૈયું કરી નામાંકન કરાયું..
સાબરકાંઠા જિલ્લામાં આરંભાયેલા ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ અંતર્ગત આજે પ્રાંતિજ તાલુકાના બાલીસણા, બાઈની મુવાડી,ઝાલાની મુવાડી પ્રાથમિક શાળામાં પ્રવેશપાત્ર બાળકોનું ધોરણ-૧ માં નામાંકન કરાવ્યુ હતું..
સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ દિવસે ૯૮૦૧ તેમજ અરવલ્લી જિલ્લામાં ૧૩૧૦૧ બાળકોને પ્રવેશ અપાયો હતો..
આ પ્રસંગે ગામના સરપંચ, શાળાના આચાર્ય,જિલ્લા પંચાયત સદસ્ય,તાલુકા પંચાયતના ચુંટાયેલા સદસ્ય, ગામના અગ્રણીઓ,શિક્ષણ પ્રેમી, યુવાનો,ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર:-
શાહબુદ્દીન શિરોયા
સાબરકાંઠા....
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.