વડોદરાઃરૂપિયાનું તળાવ.
વડોદરા શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે . શહેરના તળાવમાં બે હજારની પાંચ લાખની નોટો મળી આવી છે . કમલાનગર તળાવ પાસે સફાઇકર્મીને સફાઇ કરતી વખતે તળાવમાં 5.30 લાખની કિંમતની બે હજારની નોટો બિનવારસી હાલતમાં મળી આવી હતી . આ અંગે સફાઇ કર્મીએ પોલીસને જાણ કરી હતી . જે બાદ પોલીસે રોકડ ફેંકનારની તપાસ હાથ ધરી છે . 18 મી જૂને જયારે કમલાનગર તળાવમાંથી રોકડની નોટો મળી હતી . એ દિવસની આસપાસ શહેરના એક તબીબી સંસ્થાનમાં આવકવેરા વિભાગે રેડ કરી હતી . એટલે તે સંસ્થાને નોટનું બંડલ રાતના સમયે ફેંકી ગયું હોવાની પોલીસને શંકા છે .
ઉમેશ ભાટીયા.વડોદરા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.