રાજકોટ-રિવા ટ્રેનમાં ચોરી કરનાર તસ્કર ટોળકીના ચાર સભ્ય ઝડપાયા - At This Time

રાજકોટ-રિવા ટ્રેનમાં ચોરી કરનાર તસ્કર ટોળકીના ચાર સભ્ય ઝડપાયા


રાજકોટ-રીવા ટ્રેનના એસી કોચમાંથી બેટરી સહિતનો મુદ્દામાલ ચોરી થયો હતો જે ચોરીનો ભેદ રાજકોટ આરપીએફના સ્ટાફે ઉકેલી નાંખી ટોળકીના ચાર સભ્યોને ઝડપી લીધા હતા. જ્યારે બે શખ્સો ફરાર હોય તેની શોધખોળ શરૂ કરી છે.
19 જૂન, 2022 ના રોજ ટ્રેન નં. 22937 રાજકોટ-રીવા સુપર ફાસ્ટ એક્સપ્રેસના કૂલ 6 એસી કોચમાં લાગેલ બેટરી સાથે ફીટ કરવામાં આવેલ 300 નંગ ઇન્ટર સેલ કનેક્ટર કોપર કેબલ (અંદાજિત વજન 50 કિલોગ્રામ, અંદાજિત 50 કિલોગ્રામ) અને નટ બોલ્ટ (અંદાજિત વજન અંદાજે 20 કિગ્રા, કિંમત આશરે રૂા.600) સહિત કુલ રૂા.27,600ની કીંમત નો માલ ચોરી થયો હતોે.
માહિતી મળતાં આરપીએફની ક્રાઈમ બ્રાન્ચ રાજકોટના ઈન્સ્પેક્ટર ઋષિકાંત રાય અને આરપીએફ રાજકોટ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર પંકજ ધાકડ અને તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. શંકાસ્પદને શોધી કાઢવા અને કડીઓ મેળવવા માટે ડોગ સ્ક્વોડને પણ સ્થળ પર બોલાવવામાં આવ્યા હતાં. બાતમીદારો અને ડોગ સ્કવોડ ની મદદથી ચોરી કરનાર 5 આરોપીઓમાંથી 4 આરોપીઓને રૂા.27,000ના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી હતી અને 02 આરોપીઓને ફરાર જાહેર કરવામાં આવ્યા છે. વધુ તપાસ આરપીએફ રાજકોટ ની સબ ઈન્સ્પેક્ટર નાઝનીન મન્સુરી ચલાવી રહ્યા છે. બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ છે.
રાજકોટ ડિવિઝન ના ડિવિઝનલ રેલવે મેનેજર અનિલ કુમાર જૈન અને ડિવિજનલ સિક્યોરિટી કમિશનર પવન કુમાર શ્રીવાસ્તવે સંબંધિત રેલવે કર્મચારીઓની ત્વરિત કાર્યવાહી, સૂઝબૂઝ અને કામ પ્રત્યેના સમર્પણની પ્રશંસા કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.