તીર્થધામ સાળંગપુર ખાતે આવેલ BAPS સ્વામીનારાયણ મંદિર દ્વારા પૂજય મહંત સ્વામી ની પ્રેરક ઉપસ્થિતિમાં રંગેચંગે પુષ્પદોલોત્સવ ઉજવવામાં આવ્યો હતો પૂજય મહંત સ્વામીએ ભકતોને રંગી પુષ્પદોલોત્સવ ની ઉજવણી કરાઈ હતી ત્યારે લાખૌ હરિભકતો પૂજ્ય મહંતસ્વામી મહારાજના સંગે ભક્તિ તથા જ્ઞાનના રંગે રંગાઈને ધુળેટી પર્વ ની ઉજવણી કરી હતી
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ તીર્થભૂમિ સારંગપુરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના સમયથી પુષ્પદોલોત્સવ ખૂબ જ ભવ્યતા અને દિવ્યતા સાથે ઉજવાતો આવ્યો છે દર વર્ષે ધુળેટી પર્વના દિવસે ઉજવણી કરવામાં આવતી હોય છે પરંતુ મહંત સ્વામી ની તબિયત ના તંદુરસ્ત ના કારણે 21 એપ્રિલ ના રોજ આયોજન કરવામા આવ્યું હતું તિપવિત્ર તીર્થ સારંગપુર ખાતે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા પૂજય મહંત સ્વામી ની પ્રેરક ઉપસ્થિતિમાં પુષ્પદોલોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતીપુષ્પદોલોત્સવની વિરાટ સભા યોજાઈ હતી જેમાં સંતો દ્વારા વર્ષોથી ઉજવાતો પુષ્પદોલોત્સવ વિશે ભકતોને માહિતગાર કર્યા હતા. ત્યારે ઉપસ્થિત સૌ ભક્તો ભગવાન તથા ગુરુના ચરિત્રોનું સ્મરણ કરીને પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના સંગે ભક્તિ તથા જ્ઞાનના રંગે રંગાયા હતા આમ ભારતીય ધુળેટીના તહેવારને ભક્તિ ભેળવીને ઉત્સવનું સ્વરૂપ અપાઈ છે ત્યારે BAPS સંસ્થા દ્વારા ઉજવાતો આ પુષ્પદોલોત્સવ ભારતીય ઉત્સવ પરંપરાનું પોષણ કરનારો બની રહેશે. સાળગપુર BAPS સ્વામીનારાયણ મંદિર દ્વારા યોજાયેલ પુષ્પદોલોત્સવ કાર્યક્રમ મા દેશ અને દુનિયામાંથી 75 000 જેટલા ભકતો ઉપસ્થિત રહી ને ધુળેટી પર્વ ની ધામધૂમથી ઉજવણી કરવામા આવી હતી સાળંગપુર બી.એ.પી.એસ. મંદિર દ્રારા આજે યોજાયેલ ભવ્ય પુષ્પ દોલત્સવ માં મહંત સ્વામી દ્રારા આધ્યાત્મિક રંગ સાથે રંગાઈ તમામ મહિલા સહિત હરિભક્તો માં અનેરો આનંદ ની લાગણી ની અનુભૂતિ જોવા મળી હતી. આ ઉત્સવ માં હજારો ની સંખ્યા માં આવનાર ભક્તો માટે 6000 જેટલા સ્વંયમ સેવકો દ્રારા જુદા જુદા 30 વિભાગો માં પોતાની સેવા આપી ત્યારે આજે પણ મહંતસ્વામી માં પ્રમુખ સ્વામી ની અનુભૂતિ સાથે સાક્ષાત્કાર પ્રમુખ સ્વામી હાજર હોય તેવી અનુભૂતિ સાથે તમામ હરિભક્તો,સંતો સહિત સેવકો એ આધ્યાત્મિક ભાવ સાથે પુષ્પ દોલત્સવ ની કરી ઉજવણી.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.