બોટાદના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જશુભા ભાટીનું નિધન - At This Time

બોટાદના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જશુભા ભાટીનું નિધન


બોટાદના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જશુભા ભાટીનું નિધન

બોટાદ શહેરના પીઢ,કર્મનિષ્ઠ,સમાજ સેવક જશુભા ભાટીનું 78 વર્ષે અવસાન થતાં,શહેરમાં ઘેરો શોક છવાઈ જવા પામ્યો છે.
ઓલ ઇન્ડિયામાં સૌપ્રથમ જનસંઘની નગરપાલિકાનો પાયો નાખનાર 21 વ્યક્તિ માં ના એક એટલે જશુભા ભાટી. યુવા વયે પ્રમુખ તરીકે નિયુક્તિ થયેલ ત્યારે તેમની વય ૨૫ વર્ષની હતી.આ બંને રેકોર્ડ તેમના નામે છે,તેમના અધ્યક્ષ સમયકાળ દરમિયાન,તેમણે બોટાદ શહેરને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી ગાર્ડન,પંડિત દિનદયાળ પ્રતિમા,સ્ટેશન રોડ ને જોડતો પુલ,રેલવે સ્ટેશન જવા સીટીબસ,જેવા અનેક લોકો ઉપયોગી કાર્ય કરેલ.જે આજે પણ જુની પેઢીના લોકો યાદ કરે છે. સારા કાર્યોની સુવાસ થકી સમગ્ર બોટાદ પંથકમાં ખૂબ જ સારી લોકચાહના મેળવેલ.
સર્વ સમાજના જરૂરિયાતમંદ લોકોને કાયમી રોજગારી આપી અને કુટુંબોના રોજીં રોટી બંધાવી આપેલ.સામાજિક સમરસતાના ભાગરૂપે દરેક સમાજના નાના-મોટા સેવા કાર્યો કરી સ્વજીવનને સુગંધી બનાવેલ.પરોપકાર અને સેવાભાવી કાર્યોના લીધે લોકો તેમને "લોકો"ના ઉપનામથી ઓળખતા.લોકસાહિત્યમાં ખૂબ જ રસરૂચી અને ઊંડી સુજ ધરાવતા હોવાથી બોટાદ શહેરમાં અનેકવાર લોકસાહિત્ય ડાયરા નું આયોજન કરેલ. જેમાં ગુજરાતના સુપ્રસિદ્ધ ખ્યાતનામ કલાકારો લાખાભાઈ ગઢવી,શાહબુદ્દીન રાઠોડ,કવિ દાદ,પ્રાણલાલ વ્યાસ, બાપલભાઈ ગઢવી,દાન અલગારી, અભેસિંહ રાઠોડ જેવા અનેક જાજરમાન કલાકારો સાથે વર્ષોથી લાગણી સભર સંબંધોથી સંકળાયેલ. હંમેશા સફેદ વસ્ત્રોમાં સજ્જ અને "પાન" તેમની ખાસ ઓળખ હતી.
આજીવન સેવાના ભેખધારી અને નીતિમત્તા,સિદ્ધાંત,સંતોષ,સાદગીવાળું જીવન જીવી ખરા અર્થમાં જિંદગીને સુગંધી બનાવી ચોમેર સુવાસ ફેલાવી, બોટાદને તેમના જવાથી ન પૂરી શકાય તેવી ખોટ પડેલ છે.અને બોટાદ શહેરના સામાજિક,સહકારી,રાજકીય,લોકસાહિત્ય,આધ્યાત્મિક સંત જગતમાં ઘેરા શોકની લાગણી છવાઈ જવા પામેલ છે.

રિપોર્ટર :- ચેતન ચૌહાણ બોટાદ
મોં.7878039494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.