દાહોદ એ ડિવિઝન પોલીસ મથકનો કોન્સ્ટેબલ 3 હજારની લાંચ લેતા ઝડપાયો
દાહોદ શહેરમાં લાંચપ્રકરણનો વધુ એક મામલો પ્રકાશમાં આવ્યો છે. એ ડિવિઝન પોલીસ મથકના કોન્સ્ટેબલ રમેશ વાઘમસીને પાંચ હજારની લાંચની માંગણી કર્યા બાદ 3 હજાર લેતા એન્ટિ-કરપ્શન બ્યુરોએ રંગેહાથ ઝડપ્યો છે.
, અરજદારની અરજીના નિકાલ માટે કોન્સ્ટેબલ રમેશ વાઘમસીએ 5 હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી. બાદમાં 3 હજાર રૂપિયા લેવામાં અંકાય થયા હતા. લાંચ લેવાનો આ ધંધો એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ગેટ પાસે જ કરવામાં આવ્યો હતો. એસીબીની ટીમે નક્કી કરેલા સ્થળે નજર રાખી હતી અને પળવારમાં જ કોન્સ્ટેબલને રંગેહાથ ઝડપી લીધો હતો.
જોકે, અરજદારની ફરિયાદને ધ્યાને લઈને પંચમહાલ એસીબીએ મોડી રાત્રે છટકું ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો.
ચોંકાવનારી વાત એ છે કે, લાંચ લેવાનો આ ધંધો એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ગેટ પાસે જ કરવામાં આવ્યો હતો.જ્યારે આ વાત સોશિયલ મીડિયા પર આવી ત્યારે લોકોના કમેન્ટ્સ આવવા લાગ્યા જેમાં લખ્યું હતું કે આ આરોપીએ લોકો પાસે ઘણા બધા પૈસા ઉઘરાવ્યા હતા. કોઈના પાસે બે લાખ કોઈના પાસે 10000 કોઈના પાસે 5000 તે ઉપરાંત આરોપીએ મજૂરી કરતા લોકો પાસે રીક્ષા ચાલકો પાસે થી પણ પૈસા ઉઘરાવતો અને લોકોને ધાગધમકી આપી પૈસા લેતો હતો આ ઘટના બાદ સમગ્ર પોલીસ વિભાગમાં ચકચાર મચી ગઇ છે. એક તરફ કાયદો અને વ્યવસ્થાની જવાબદારી હોવા છતાં પોલીસ વિભાગના જ કર્મચારી લાંચ લેતા ઝડપાતા તંત્રની નૈતિકતા પર પ્રશ્નો ઊભા થયા છે.
હાલ, એસીબીએ કોન્સ્ટેબલ રમેશ વાઘમસી વિરુદ્ધ આગળની તપાસ હાથ ધરી છે.
8200181542
આ પ્રકારના તમામ સમાચાર માટેે
