વડનગર હાટકેશ્વર મહાદેવ મંદિરે ત્રિદિવસીય શિવ પંચાયતપ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ શાળા સુવર્ણ શિખર અનાવરણ લેશર શો નું લોકાર્પણ કરવામાં આવશે
વડનગર હાટકેશ્વર મહાદેવ મંદિરે ત્રિદિવસીય શિવ પંચાયતપ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ શાળા સુવર્ણ શિખર અનાવરણ લેશર શો નું લોકાર્પણ કરવામાં આવશે
પરમ પિતા પરમેશ્વર ના મંદિર માં દરેક જીવ જીવન જીવે છે. આ દહે મળ્યો છે તેના અંદર બેઠલી ઉર્જા ને ઓળખવા માટે અનુભૂતિ કરી જોઈએ . તમે જ તમારા ઉધ્ધારક અને તમે જ તમારા વિનાશક છો બાકી કોઈ તમારો દુશ્મન નથી એટલા માટે આ વી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તથા ધાર્મિક પ્રસંગે યજ્ઞો માં જ ઈને આધ્યાત્મિકતા તરફ વળો તેથી દર્શન નો લાભ લો.અંતરમન ની ઉર્જા ઓળખો
વડનગરમાં ત્રિ -દિવસીય શિવ પંચાયતપ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ શાળા સુવર્ણ શિખર અનાવરણ લેશર શો નું લોકાર્પણ તારીખ. ૨૨/૦૩/૨૦૨૫,૨૩/૦૩/૨૦૨૫,૨૪/૦૩/૨૦૨૫ ના રોજ નાગર બ્રાહ્મણોના કુળદેવતા (ઈષ્ટદેવ) દેવા દિ દેવ ત્રણ ભુવન ના મહારાજ ધીરાજા શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર મહોત્સવ ની ઉજવણી થવા જઈ રહી છે. તેમાં વડનગર ના વેદ શાસ્ત્રો તથા ધાર્મિક આધ્યાત્મિક ઉચ્ચ કોટિનું જ્ઞાન ધરાવતા તેવા વિદ્વાન બ્રાહ્મણ દ્વારા શિવ પંચાક્ષર પ્રાણ પ્રતિષ્ઠા અને યજ્ઞ શાળા સુવર્ણ શિખર નું વૈદિક મંત્ર જાપ તથા શુદ્ધ શ્લોક તથા શિવ આરાધના મહામંત્ર અને ધાર્મિક વિધિ વિધાન કરી ને હાટકેશ્વરદાદા ને આધ્યાત્મિક ચેતના જગાડી ને ગામજનો આધ્યાત્મિક ચેતના અનુભવ થાય તેવા મહોત્સવ ની તૈયારી ચાલી રહી છે. મંત્ર જાપ વૈદિક શ્લોકો નું ગાન સાથે આ ત્રિદિવસીય અવનવા કાર્યક્રમો થશે ધાર્મિક આધ્યાત્મિક ચેતના પણ જાગશે
શનિવાર તા.૨૨ મી મંગલદીપ પ્રાગટ્ય,પંચાગ કર્મ, શોભાયાત્રા -જલયાત્રા,ગણેશાદિ દેવોનું વ આહવાન કરી ને આમંત્રણ આપવું , ગ્રહહોમ , પ્રધાન હોન -કુટીર હોમ , સાયંપૂજા સાયં થાળ આરતી, રવિવાર તા.૨૩ પ્રાત: પૂજન,યજ્ઞ મંડપ વાસ્તુ , પ્રધાન હોમ,મહા સતપન ,જલાધિવાસ ,અન્નાધિવાસ,ધૂતાધિવાસ ,પુષ્પાધિવાસ,સાયં થાળ આરતી . સોમવાર તા.૨૪ પ્રાતઃ પૂજા ,પિડિકા પૂજન ,દિક્ષુ હોમ, સુવર્ણ શિખર નું અનાવરણ ,દિવ્ય પ્રાણપ્રતિષ્ઠા પ્રધાન હોમ, ઉત્તર પૂજન પૂર્ણાહુતિ.થાળ આરતી આ પ્રસંગે સુવર્ણ શિખર નું અનાવરણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના વરદ હસ્તે કરવામાં આવશે મંત્રી અધિકારીઓ તથા મહાનુભાવો સંતો મહંતો નામ અનામી મહાનુભાવો ઉપસ્થિત રહેશે
એવું કહેવાય છે વિધતાના લેખ મા કોઈ મેખ નહિ મારે
ૐ હાટકેશ્વર ૐ નમઃ શિવાય. મહામૃત્યુંજય જાપ પણ થશે
રિપોર્ટ:-જીગર પટેલ વડનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
