સેવા ગ્રુપ દ્વારા સ્વ ડાયાભાઈ નારોલા પરિવાર ના સૌજન્ય થી પક્ષી ચણપાત્ર અને પ્રોટીફ્રેશ પાવડર વિતરણ પોષણ અભિયાન યોજાયું - At This Time

સેવા ગ્રુપ દ્વારા સ્વ ડાયાભાઈ નારોલા પરિવાર ના સૌજન્ય થી પક્ષી ચણપાત્ર અને પ્રોટીફ્રેશ પાવડર વિતરણ પોષણ અભિયાન યોજાયું


સેવા ગ્રુપ દ્વારા સ્વ ડાયાભાઈ નારોલા પરિવાર ના સૌજન્ય થી પક્ષી ચણપાત્ર અને પ્રોટીફ્રેશ પાવડર વિતરણ પોષણ અભિયાન યોજાયું

દામનગર શહેર માં સેવા ગ્રુપ આયોજિત પક્ષી ચણ પાત્ર વિતરણ એવમ સ્વર્ગીય ડાયાભાઈ નારોલા પરિવાર ના સૌજન્ય થી પોષણ અભિયાન કાર્યક્રમ યોજાયો શહેર ના શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સેવા ગ્રુપ દ્વારા સમગ્ર દામનગર વિસ્તાર માં પક્ષી ઓ માટે ચણ પાત્ર પીવા ના પાણી ના પરબ નું બેનમૂન સંચાલન કરતી યુવાનો ની ટીમ દ્વારા યોજાયેલ કાર્યક્રમ માં
પૂર્વ નગરપતિ સ્વર્ગીય ડાયાભાઈ નારોલા પરિવાર ના પૌત્ર રત્ન પ્રીતેશભાઈ તુલસીભાઈ નારોલા ના આર્થિક સહયોગ થી કુપોષણ નાબુદી અભિયાન માં વડીલો ના વરદહસ્તે બાળકો માટે પ્રોટીફ્રેશ અને મહીલાઓ માટે પ્રોટીફ્રેશ મોમ્સ ના પેકેટ નું વિતરણ કરાયું હતું
શહેરભર માંથી ખૂબ મોટી સંખ્યા માં મુરબ્બી વડીલો અને યુવા અગ્રણી શ્રી ઓ ભગવનભાઈ નારોલા વજુભાઇ રૂપાધડા બાબુભાઇ મકવાણા હરજીભાઈ નારોલા પવન જેમ્સ પ્રેમજીભાઈ નારોલા મહેશભાઈ પંડયા પુનભાઈ દીક્ષિત વાલજીભાઈ નારોલા અશ્વિનભાઈ ખખ્ખર રમેશભાઈ જોશી અમરશભાઈ નારોલા રવજીભાઈ નારોલા બી એલ ચાવડા નિકુલભાઈ રાવલ દેવચંદભાઈ આલગિયા લાભુભાઈ નારોલા જયતિભાઈ નારોલા ચસીનભાઈ બોખા ધ્રુવભાઈ ભટ્ટ કાસમભાઈ અમિષા મિલ કોશિકભાઈ બોરીચા સતિષભાઈ ગોસ્વામી રઘુભાઈ જોગરાણા દિનેશભાઇ વાજા ઋષિભાઈ ત્રિવેદી જયદીપભાઈ સોની નરેશભાઈ મકવાણા અરવિંદભાઈ બોખા ધીરભાઈ રાજપૂત અશ્વિનભાઈ જોશી ભરતભાઇ ભટ્ટ રમેશભાઈ ચૌહાણ ચિરાગભાઈ સોલંકી અશ્વિનભાઈ પંડ્યા મનસુખભાઈ નારોલા નંદી સેવા ટ્રસ્ટ હિમતભાઈ આલગિયા સહિત અસંખ્ય સેવા ગ્રુપ ના યુવાનો સ્વંયમ સેવી કાર્યકરો આંગણવાડી વર્કર હેલ્પર આશા વર્કર બહેનો અને લાભાર્થી બહેનો બાળકો સગર્ભા માતા ની વિશાળ ઉપસ્થિતિ માં પક્ષી ચણ પાત્ર એવમ મહિલા અને બાળકો માટે પ્રોટીફ્રેશ વિતરણ કરાયું હતું
પરમાર્થ પ્રવૃત્તિ ની સરાહનીય સેવા બદલ સ્થાનિક અગ્રણી ઓ દ્વારા યુવાની ની સદ પ્રવૃત્તિ ની સરાહના કરાય હતી સેવા ગ્રુપ દ્વારા દામનગર સમગ્ર શહેર માં ચોરા ચાવડી જાહેર સ્થળો એ પીવા ના પાણી ના પરબ પક્ષી ઓ માટે ચણ પાત્ર અને કુપોષિત બાળકો અને સગર્ભા માતા ઓની દરકાર અંગે સુંદર કાર્યક્રમ માં સ્વર્ગીય ડાયાભાઈ કેશવભાઈ નારોલા પરિવાર નું સૌજન્ય પ્રાપ્ત થયું હતું

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image