ભચાઉ નર્મદા કેનાલના પમ્પિંગ સ્ટેશનમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો - At This Time

ભચાઉ નર્મદા કેનાલના પમ્પિંગ સ્ટેશનમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો


ભચાઉ શહેર નજીક આવેલા નર્મદા કેનાલના પંપીંગ સ્ટેશનમાંથી શહેરમાં લુહારી કામ કરતા શ્રમજીવી યુવાન નો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક બે દિવસ પૂર્વે ઘરે કોઈને કહ્યા વગર નીકળી ગયો હતો જેની ભચાઉપોલીસ મથકે ગુમનોંધ દાખલ મૃતક કરવામાં આવી હતી. શહેર નજીક નર્મદા કેનાલના પંપીંગ સ્ટેશનના ઊંડા પાણીમાં કોઈ યુવાનનો મૃતદેહ હોવાની જાણ સોમવારે ભચાઉ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.જેને લઈને ઘટના સ્થળે પોલીસ પહોંચી હતી અને ત્યારબાદ

ભચાઉં નગરપાલિકાના ફાયર ફાઈટર વિભાગ દ્વારા 30 ફૂટથી ઊંડા પાણીમાંથી યુવાનનો મૃતદેહ બહાર કાઢી વધુ તપાસ અર્થે ભચાઉની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.હોસ્પિટલમાં પહોંચેલી પોલીસે તપાસ કરતા યુવાન ભચાઉના નવી ભચાઉમાં રહેતા અને લુહારી કામ- કરતા મોમાયા ધનજી લુહારનો હોવાનું જાણવા મળ્યું હતું.

સમગ્ર મામલે હાલ ભચાઉં પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.


6359441528
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image