સાચવવા આપેલ ઘરેણાં પરત માંગતા મામાના દિકરાએ ભાણેજને પાઈપ મારી દીધો - At This Time

સાચવવા આપેલ ઘરેણાં પરત માંગતા મામાના દિકરાએ ભાણેજને પાઈપ મારી દીધો


સાગર ચોક આરએમસી ક્વાર્ટરમાં રહેતાં યુવકની માતાએ તેના ભાઈને ઘરેણાં સાચવવા આપ્યા હતા. જે ઘરેણાં મામા પાસે પરત માંગતા ભાણેજ પર મામાના દિકરાએ હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત યુવકને સારવારમાં ખસેડાયો છે.
બનાવની વિગત મુજબ સાગર ચોક આરએમસી ક્વાર્ટરમાં રહેતાં સાહિલ સકીલભાઈ શેખ (ઉ.વ.18) નામનો યુવક ગઈ રાત્રીના તેના મામાના ઘરે ગયો હતો ત્યારે મામાના દિકરા હારુને લોખંડનો પાઇપ મારતાં યુવકને તાકીદે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર હેઠળ છે. આ અંગે યુવકનાં પરિવારજને જણાવ્યું હતું કે ઈજાગ્રસ્ત યુવકની માતાએ તેના ભાઈને 20 વર્ષ પહેલા ઘરેણાં સાચવવાં આપ્યાં હતાં.
જે ઘરેણાં યુવકે પરત માંગતાં મામાએ ઘરેણાં ન હોવાનું કહ્યું હતું. જેથી યુવકે તેના મામા પાસે ઘરેણાંના પૈસા માંગ્યા હતા. જેથી મામાના દિકરાએ ઘરેણાં બાબતે યુવકને ફોન કરતાં રકઝક થતા અપશબ્દો બોલતાં યુવક તુરંત કેવડાવાળીમાં રહેતાં તેના મામાના ઘરે ગયો હતો.
જ્યાં ઘરમાં પ્રવેશ કરતા જ મામાના દિકરા હારુન શેખે પાઇપ વડે હુમલો કર્યો હતો. બાદ યુવકને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. યુવક ગાડી લે-વેચનો ધંધો કરે છે. તેઓ એક બહેન અને બે ભાઈમાં નાનો છે. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image