નારી વંદન ઉત્સવ ૨૦૨૪ અંતર્ગત મહિલા સુરક્ષા દિવસ ની ઉજવણી બોટાદ જિલ્લા કલેક્ટર જિન્સ રોય તેમજ મહિલા બાળ અધિકારી આઇ. આઈ મન્સુરી તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ બળોલીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી - At This Time

નારી વંદન ઉત્સવ ૨૦૨૪ અંતર્ગત મહિલા સુરક્ષા દિવસ ની ઉજવણી બોટાદ જિલ્લા કલેક્ટર જિન્સ રોય તેમજ મહિલા બાળ અધિકારી આઇ. આઈ મન્સુરી તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ બળોલીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી


(ચેતન ચૌહાણ દ્વારા)
જેમાં જિલ્લાના મુખ્ય માર્ગ પર જી.આર ડી ની બહેનો દ્વારા મહિલા પોલીસ સ્ટેશન થી લઇ ને દિનદયાળ ચોક સુધી મહિલા જાગૃતિકરણના સૂત્રોસાર સાથે યોજવામાં આવી રેલી નું પ્રસ્થાન મહિલા પોલીસ સ્ટેશન થાણા અધિકારી પી.આર.મેટાલિયા સાહેબ તેમજ પી.એસ.આઇ.એ.ડી વ્યાસ દ્વારા કરવામાં આવેલ. રેલીમાં મહિલા બાળ અધિકારી કચેરીનો તમામ સ્ટાફ હાજર રહેલ ત્યાર બાદ બપોર ના ૧ વાગ્યા થી ૩ વાગ્યા સુધી વિવેકાનંદ શૈક્ષણિક સંકૂલ ખાતે માનનીય બોટાદ પોલીસ અધિક્ષક ઉપસ્થિતિ માં બીજો કાર્યક્રમ મહિલા સુરક્ષા દિવસ ની ઉજવણી કાર્યક્રમ આયોજિત થયો જેમાં મહિલા પોલીસ સ્ટેશન પી.આઇ ,પી.એસ.આઈ તેમજ ફિલ્ડ ઓફિસર હાજર રહેલ કાર્યક્રમ અંતર્ગત માનનીય એસ.પી સાહેબ દ્વારા નારી વંદન ઉત્સવ ની તમામ મહિલાઓ ને શુભેચ્છાઓ પઠવામાં આવી સાથે સાથે મહિલા સુરક્ષા ના લગતી બાબતો ની ચર્ચા કરવામાં આવી તેમજ પીબીએસ ના કાઉન્સેલર રીનાબેન વ્યાસ અને રિંકલબેન મકવાણા દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ ૨૦૦૫ તેમજ પીબીએસસી વિશે માર્ગદર્શન આપ્યું મહિલા પોલીસ સ્ટેશન પી એસ આઈ એ ડી વ્યાસ સાહેબ દ્વારા શી ટીમ અને મહિલા પોલીસ સ્ટેશન વિશે જાણકરી આપવામાં આવી. ત્યાર બાદ મહિલા સુરક્ષાની થીમ પર નાટક દ્વારા વિદ્યાર્થિની ને સંદેશ આપવામાં આવેલ ત્યારબાદ ૧૮૧ અભયમ મહિલા હેલપલાઇન વિશે ખુશ્બુબેન પટેલ દ્વારા માહિતી આપેલ તેમજ dhew કોર્ડીનેટર મહેશભાઈ સોલંકી દ્વારા વ્હાલી દીકરી ,મહિલા સ્વાવલંબન યોજના તેમજ વિવિધ મહિલાલક્ષી યોજના વિશે માર્ગદર્શન આપેલ તેમજ સખી વન સ્ટોપ વિશે છાયાબેન દ્વારા માહિતી આપેલ ત્યારબાદ નૂતનબેન રાઠોડ દ્વારા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર ના કાર્ય વિશે વિદ્યાર્થિનીઓને માહિતી આપેલ. કાર્યક્રમના અંતે વિવેકાનંદ શૈક્ષણિક સંકુલના શિક્ષક દ્વારા કાર્યક્રમની આભારવિધિ કરવામાં આવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.