રાજુલાના જાણીતા ફોટોગ્રાફર પ્રેમી વિપુલ લહેરીને ગુજરાત ગૌરવ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવશે
વિપુલ લહેરીને સરકાર 51 હજારની રકમ અને તાંમપત્ર સાથે શાલથી સન્માનિત કરશે
રાજુલાના જાણીતા ફોટોગ્રાફર વિપુલભાઈ લહેરીની જો વાત કરીએ તો 15 વર્ષની ઉંમરે તેમને ફોટોગ્રાફીનો શોખ જાગ્યો હતો અને તેમના ગુરુ દિપકભાઈ ત્રિવેદી પાસેથી તેઓ ફોટોગ્રાફી શીખ્યા હતા અને 1995 ની સાલમાં રાજુલા શહેરમાં લહેરી આર્ટ સ્ટુડિયોનું શ્રી દાન મહારાજના ગાદીપતિ વલકુબાપુ ચલાલા અને દિલીપભાઈ સંઘાણીના હસ્તે ઉદ્ઘાટન કર્યું હતું ત્યારબાદ વિપુલ લહેરી પાછુ જોયા વગર ફોટોગ્રાફી ક્ષેત્રે વાઇલ્ડ લાઇફ, ઇન્ડસ્ટ્રીયલ,મોડેલિંગ,વેડિંગ અને પ્રેસ ફોટોગ્રાફીમાં અવ્વલ નંબરે રહ્યા છે તેમજ ભાવનગર ખાતે ફોક્સ અને ફોટો ક્લિપ ઉપક્રમે મોડેલિંગ ફોટોગ્રાફીનો આયોજન નીલમબાગમાં કરવામાં આવેલ જેમાં તેઓને પ્રથમ ઇનામ મળેલું ત્યારબાદ ફોટોગ્રાફીમાં પણ ભારત લેવલની હરીફાઈમાં પણ ઇનામ મળેલ છે અને આગળ વાત કરીએ તો તેવો પયૉવરણ પ્રેમી પણ છે અને ગુજરાત સરકારમાં 2007 થી 2019 સુધી અમરેલી વાઇલ્ડ લાઇફ વોર્ડન અને ગુજરાત રાજ્યની સ્ટેટ લેવલની કમિટીમાં પણ સેવા આપેલ છે અને લાઇન કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત સરકાર ડિસટીકલ વાઇલ્ડ લાઇફમાં પણ સેવા આપેલ છે તેમજ રાજુલા નેચર ક્લબના પ્રમુખ તરીકે છેલ્લા 25 વર્ષથી પર્યાવરણની જાળવણી અને લોકજાગૃત અને પ્રકૃતિના સફાઈ કામદાર ગણાતા ગીધોની કોલોની સરકારને ગોતી એનુ જતન કરેલ છે અને શહેરમાં તેઓ ચકલીઓના માળા વિના મૂલ્ય પણ વિતરણ કરે છે અને અગાઉ તેઓને ફોટોગ્રાફી અને પર્યાવરણની કામગીરી માટે ઘણા બધા એવોર્ડ પ્રમાણપત્ર અને સન્માન મોમેન્ટો પણ મળેલ છે ત્યારે ગુજરાત રાજ્ય લલિત કલા દ્વારા છબીલ કલા ક્ષેત્રે ગુજરાત ગૌરવ એવોર્ડ થી સરકાર દ્વારા ₹51,000 તેમજ તામપત્ર અને સાલ ઓઢાડી રવિશંકર રાવળ કલા ભવન અમદાવાદ ખાતે આવેલ આર્ટ ગેલેરીમાં તસવીર પ્રદર્શન પણ યોજાશે અને ગૌરવ પુરસ્કૃત કલાકારોનું કેટલોગ પણ પ્રકાશિત કરવામાં આવશે જેમાં રાજુલાના ફોટોગ્રાફર વિપુલભાઈ નટવરલાલ લહેરીને સરકાર સન્માનિત કરશે તે બદલ સમગ્ર રાજુલા શહેર સહિત રાજકીય અને સામાજિક આગેવાનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે
રીપોર્ટ આસિફ કાદરી રાજુલા
7575861286
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.