પેથાપુર ખાતે ફિમેલ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા જેતલબેનની સેવાની નોંધ આરોગ્ય મંત્રીએ લીધી
પેથાપુર ખાતે ફિમેલ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા જેતલબેનની સેવાની નોંધ આરોગ્ય મંત્રીએ લીધી
*******
આરોગ્ય મંત્રીશ્રીએ વિશ્વ મહિલા દિન નિમિત્તે thank you woman પ્રમાણપત્ર ટ્વિટ કરી સન્માનિત કર્યા
******
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના સાચોદરના જેતલબેન જ્યંતિભાઇ પરમાર હાલ હિંમતનગરના ઇલોલ પી.એચ.સીના પેથાપુર સબ સેન્ટર ખાતે ફિમેલ હેલ્થ વર્કર તરીકે ખૂબ જ સારી સેવા આપી રહ્યા છે. હમણાં જ વિશ્વ મહિલા દિવસે આપણા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ તેમના કામની નોંધ લઈ thank you woman પ્રમાણપત્ર ટ્વિટ કરી સન્માનિત કર્યા હતા.
જેતલબેન જણાવે છે કે, તેઓ બાર વર્ષથી ફિમેલ હેલ્થ વર્ક તરીકે પોતાની સેવા આપી રહ્યા છે તેઓને જ્યાં પણ કામ આપવામાં આવ્યું છે તે જગ્યાએ ખૂબ જ સારી રીતે પોતાની ફરજ બજાવવાનો પૂરો પ્રયાસ કરે છે. તેમને હાલમાં એસ.બી.સી.સી. કાર્યક્રમ અંતર્ગત મહિલાઓ અને કિશોરીઓને જાગૃતિ માટેના કાર્યક્રમો સોપવામાં આવ્યા છે. જેમાં પોતાની આગવી સમજ મુજબ મહિલાઓ, સગર્ભા માતાઓ, કિશોરીઓને કેવી બાબતો ધ્યાનમાં લેવી તે અંગે જાગૃત કરવા પ્રયાસ કરી રહ્યા છે.
બાળ આરોગ્ય, માતા, સગર્ભા માતાના પોષણની સાળ સંભાર આરામ વગેરેની સંભાળ લેતી ઘરની મહિલાઓને જેવી કે સાસુ, નણંદ, બહેન, માતા સાથે તેઓ ગામના દરેક ફળિયામાં અને ઘરે ઘરે જઈને સમજણ આપવાની કામગીરી કરી છે. ગામની શાળાએ જતી અને ના જતી તમામ કિશોરીઓને લોહીમાં એચ. બી. પરીક્ષણ કરાવી તેમને આયર્નની ગોળીની વિશેષતા બાબતે સમજણ આપીને ગોળી આપવામાં આવી જેના સારા પરિણામ સ્વરૂપે કિશોરીઓના એચ. બી.માં સુધારો થવા લાગ્યો. આ સિવાય તેમણે પોતાના વિસ્તારમાં આવતી સગર્ભા માતાઓને વિશેષ કાળજી લઈ ઘરે જઈને પોતાના સ્વજનની જેમ કાળજી લીધી હતી. તેમની આ કામગીરીનું આરોગ્ય મંત્રી શ્રી એ પોતે નિરીક્ષણ કર્યું છે અને જેના ફળ સ્વરૂપે એક નાના એવા કર્મચારીની કર્મનિષ્ઠાની વિશ્વ મહિલા દિવસ નિમિત્તે પ્રશંશા કરી બિરદાવી હતી.
આ સાથે જેતલ બેન ઘણી બધી સગર્ભા માતાઓને પી.એચ.સી ખાતે નોર્મલ પ્રસુતિ કરાવી તેમનુ રેગ્યુલર ફોલોઅપ લેવા જેવી નાનામાં નાની બાબતે ચોકસાઈથી કામ કરે છે.
આમ નાના સરખા કર્મચારીની કર્મનિષ્ઠાના વખાણ કરી મંત્રીશ્રીએ પ્રશંશાપત્ર આપી બિરદાવ્યા જે ખૂબ જ મોટી બાબત હોવાનું જેતલબેન અનુભવીને પોતાના કામને વધુ નિષ્ઠાથી કરવા માટે પ્રેરિત થયા હોવાનું ઉમેર્યું હતું.
જેતલબેન જેવા કર્મનિષ્ઠ આરોગ્ય કર્મચારી જિલ્લામાં આરોગ્ય સેવાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં મદદરૂપ બની રહ્યા છે. તેમના કામ પ્રત્યેના લગાવ અને સેવાનિષ્ઠાને સલામ
0000000000
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.