જૂનાગઢ મહાનગરનાં વોર્ડ નંબર ૪,૫,૬,૭નાં નવનિયુક્ત કોર્પોરેટરશ્રીઓને સન્માનિત કરાયા
જૂનાગઢ મહાનગરનાં વોર્ડ નંબર ૪,૫,૬,૭નાં નવનિયુક્ત કોર્પોરેટરશ્રીઓને સન્માનિત કરાયા જૂનાગઢ મહાનગરપાલીકાની સામાન્ય ચુંટણી તાજેરતમાં સંપન્ન થતાં તેમાં વોર્ડ નંબર ૪ થી ૭નાં નવનિયુક્ત નગરસેવકશ્રીઓને સન્માનિત કરવાનો એક કાર્યક્રમ જોષીપરા સ્થિત નારાયણ આશ્રમનાં મધ્યસ્થ ખંડમાં નગરજનો, સમાજશ્રેષ્ઠીઓ, સેવાભાવિ સંસ્થાઓની ઊપસ્થિતીમાં યોજાઇ ગયો.આ તકે નવનિયુક્ત નગરસેવકશ્રીઓએ ચુંટણી દરમ્યાન મતદારોને આપેલ ખાતરીઓ પરત્વે કટી્બધ્ધ હોવાની ખાતરી આપી હતી. નગરસેવક પ્રવિણભાઇ વાઘેલાએ પોતાનાં સન્માન પ્રતિભાવમાં જણાવ્યુ હતુ કે સામાન્ય રીતે લોકોમાં એવી વાત સર્ચાતી હોય છે કે ચુંટણી પુરી થાય એટલે નગરસેવક નગરજનોને વિસરી જતા હોય, પરંતુ અમારી ચારેય વોર્ડનાં અમારા સાથી મિત્રો એટલુ અવશ્ય કહીએ છીએ કે અમો સદૈવ લોકહીતનાં કાર્યો માટે ૨૪X૭ સમય માટે બંધાયેલા છીએ.લોકોનાં સુખે સુખી અને દુઃખે દુખી આ સુત્રથી અમે કાર્યકરતા રહીશુ. સાંપ્રત સમયમાં ભુગર્ભ ગટરનાં અને જળવિતરણ માટે ભુગર્ભ પાણીની પાઇપો બીછાવવા થઇ રહેલ કામગીરીથી થતી મુશ્કેલીઓ થી અમો અવગત છીએ, વહેલી તકે સારા રસ્તા, પુરતા દબાણથી જળ વિતરણ વ્યવસ્થા, પ્રત્યેક વિસ્તાર વિજળીકરણથી સજ્જ હોય, અને દરેક શેરી-ગલી સ્વચ્છતા સભર હોય તે દિશામાં અમારી ટીમ કાર્ય કરવા કટીબધ્ધ છે આ તકે નવનિયુક્ત સૈા સભ્યોએ ટીમવર્કથી વોર્ડનાં કોઇ બંધન વિના સર્વજન હિતાય-સર્વ જન સુખાયની વિભાવના સાથે કાર્ય કરતા રહીશુ. કોઇને પણ ગમે ત્યારે એક નગરસેવક તરીકે જ્યારે આવશ્યકતા લાગે ત્યારે અમોને જાણ કરશે ત્યારે અમો બધા આપની સાથે કામ કરતા રહીશુ.નવનિયુક્ત કોર્પોરેટરશ્રીઓને સનમાનિત કરવાનો હેતુ સ્પષ્ટ કરતા કિશનભાઇ સોજીત્રાએ જણાવ્યુ હતુ કે સન્માનિત ચારેય વોર્ડનાં કોર્પોરેટરશ્રીઓ કર્મઠ અને કાર્યમાં આગવી કુનેહ ધરાવતા હોય તેમની આગેવાનીમાં શહેર વધુ સારૂ કલેવર ધારણ કરે અને વિકાસની ગતી સંગીન બનશે તેમાં નગરજનોની હુફ જળવાઇ રહે તે માટે આજે અમોએ સન્માન કાર્યક્રમ યોજી બહુમાન કર્યુ હતુ. આ તકે રણછોડનગર સોસાયટીનાં અગ્રણીશ્રી અશ્વિનભાઇ વઘાસિયાએ નવનિયુક્ત સૈા સભ્યોને શુભેચ્છા પાાઠવી સત્કાર્યા હતા.
રિપોર્ટ અસ્વિન પટેલ જૂનાગઢ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
