સાબરકાંઠા જિલ્લા માં બોર્ડની પરીક્ષા માટે વહિવટીતંત્ર સજ્જ
*સાબરકાંઠા જિલ્લા માં બોર્ડની પરીક્ષા માટે વહિવટીતંત્ર સજ્જ*
****
દર વર્ષની જેમ શરૂ વર્ષે તા.૨૭/૦૨/૨૦૨૫ થી ધોરણ-૧૦ અને ૧૨ (વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ)ની બોર્ડની પરીક્ષા નો શુભારંભ થઈ રહ્યો છે.આ વર્ષે ધોરણ-૧૦ના કુલ ૪૧ અને ધોરણ-૧૨ના કુલ ૨૬ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવનાર છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ,ગાંધીનગર માર્ગદર્શન અને માન.કલેકટરશ્રી સાબરકાંઠાના અધ્યક્ષ સ્થાને ટીમ સાબરકાંઠા દ્વારા તમામ વિધાર્થીઓ કોઇપણ પ્રકારના ડર કે માનસિક તણાવ વગર શાંતચિતે પરીક્ષા આપી શકે તે માટેની તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.પરીક્ષામાં કોઇપણ પ્રકારની ગેરરીતી ન થાય તે માટે તમામે તમામ ૧,૩૧૪ પરીક્ષા ખંડ cctv કેમેરાથી સજ્જ કરવામાં આવેલ છે.સાથે સાથે બોર્ડ દ્વારા વિજીલન્સ સ્કવોર્ડ અને સ્થાનિક સ્કવોર્ડ તથા જિલ્લાના વિવિધ વિભાગોના વર્ગ-૦૧ અને વર્ગ-૦૨ ના અધિકારીશ્રીઓની ઓબ્ઝર્વર તરીકે નિમણુંક કરવામાં આવેલ છે.પરીક્ષા પૂર્ણ થયા બાદ તમામ cctv ફૂટેજનું નિરીક્ષણ કરવામાં આવશે. ગત વર્ષે પણ બોર્ડ દ્વારા cctv ફૂટેજના આધારે ૧૯૫ જેટલા પરીક્ષાર્થીઓ સામે કાર્યવાહી કરેલ હતી. શરૂ વર્ષે પણ જો કોઈ ગેરરીતી કરતા જણાશે તો તે બાબતનો અહેવાલ બોર્ડ કચેરીને મોકલી આપવામાં આવશે. અને બોર્ડ દ્વારા સંબંધિતોની સામે નિયમાનુસાર પગલા લેવામાં આવશે.એમ જિલ્લા શિક્ષણાધિકારીની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
