જસદણ વિંછિયા પંથકનાં મતદારો મતદાન માટે સજજ: તંત્ર દ્વારા પણ તૈયારી પૂર્ણ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ વીંછિયા પંથકના મતદારો આવતી કાલ મંગળવાર તા.૭ મે ૨૦૨૪ અંતર્ગત લોકસભાની ચૂંટણી અંગે સજજ થઈ ગયાં છે કયાં પક્ષ અને કોને મત આપવો તે અંગે મન મનાવી લીધું છે ગઈકાલ સાંજથી પ્રચારના ભૂંગળા તો બંધ કરી દીધાં છે પરંતુ કતલની રાત સુધી રિસામણા મનામણા ચાલું રહેશે કાલે મંગળવારે મતદાન હોય તે પૂર્વે જસદણ વીંછિયા પંથકમાં પોલીસે અનેક શખ્સોને રાઉન્ડ અપ કરી લીધાં છે બંને તાલુકામાં ફ્લેગ માર્ચ અને ગામેગામ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે હાઇવે પર વાહનોનું ખાસ ચેકીંગ થઈ રહ્યું છે ત્યારે રાજકીય પાર્ટી આખરી ઘડીની વ્યૂહ રચના કરવામાં વ્યસ્ત છે ત્યારે સવારના સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં જસદણ વીંછિયા પંથકનાં લોકો મતદાન કરશે દરમિયાન જસદણ જીઆઈડીસી એસોસિએશનના પ્રમુખ વિજયભાઈ રાઠોડ સામાજીક યુવા અગ્રણીઓ અલ્પેશભાઈ રૂપારેલિયા હરિભાઈ હીરપરા પત્રકારો હુસામુદ્દીનભાઈ કપાસી દુર્ગેશભાઈ કુબાવત હિતેશભાઈ ગોસાઈ વગેરેએ મતદારોને મતદાન પ્રત્યેની ઉદાસીનતા દુર કરી પોતાના મતની શકિતનું મૂલ્ય સમજીને ઉત્સાહપૂર્વક મતદાન માટે અપીલ કરી હતી ત્યારે આજે કતલની રાત આવી પહોંચી છે કાલે લોકસભાની ચૂંટણીનું મતદાન થશે અનેક રાજકીય ચઢાવ ઉતાર વચ્ચે અંતિમ મીટ મતદાન તરફ છે ત્યારે રાજકીય પક્ષો કાલે ફરી એક વખત ભારે મતદાન માટે મેદાને પડશે અને એડી ચોંટીનું જોર લગાવશે અને પક્ષ અને કોઈ કારણોસર દાઝેલાઓ પણ સક્રિય રહી પોતાની મુરાદ મત દ્વારા પૂરી કરશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.