દહેગામના બાબરા ગામમાં દુષિત પાણી આવતું હોવા છતાં ગ્રામ પંચાયત ગાઢ નિંદ્રામાં
દહેગામ તાલુકાના બાબરા ગામમાં પાણીની લાઈનમાં ઘરે ઘરે ડહોળું પાણી આવી રહ્યું છે અને લોકો આ પાણી પી પણ રહ્યા છે પરંતુ બાબરા ગ્રામ પંચાયત હજુ જાણે રોગચારો વકળે તેની રાહ જોઈ બેસી રહી હોય તેવું લાગી રહ્યું છે.
સમગ્ર ઘટનાને પગલે ગ્રામજનોના જણાવ્યા અનુસાર બાબરા ગામમાં નર્મદા લાઈનમાંથી પાણી આવે છે જેમાં એક અઠવાડિયા પહેલા પણ ડહોળું પાણી આવ્યું હતું પરંતુ એકાદ દિવસ બાદ ચોખ્ખુ પાણી આવતા ગ્રામજનોએ કોઈ નિસ્બત લીધી નહોતી પરંતુ આજે બે દિવસથી પાણીની લાઈનમાં ડહોળું પાણી આવતા ગ્રામજનો રોગચાળો ફેલાવાના ડરથી આ પાણી પીવાથી પણ ડરી રહ્યા છે જયારે આ બાબતે ગ્રામપંચાયત એકદમ ગાઢ નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે પણ ક્યારે જાગશે જયારે ગામમાં કોલેરા જેવા ભયકંર રોગો થાય ત્યારે જાગશે આ તંત્ર તે હવે જોવાનું રહ્યું.
6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે
