એમ્બ્યૂલન્સમાં પ્રસૂતાની સફળતાપૂર્વક ડિલિવરી કરાવતા ૧૦૮ ઈમરજન્સીના કર્મચારીઓ
એમ્બ્યૂલન્સમાં પ્રસૂતાની સફળતાપૂર્વક ડિલિવરી કરાવતા ૧૦૮ ઈમરજન્સીના કર્મચારીઓ
------------
પરિવારજનોએ ઈમરજન્સી સેવાના કર્મચારીઓની કામગીરીને બીરદાવી
------------
ઉના નવાબંદર ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મચારીઓએ કટોકટીની પળોમાં પાલડી ગામની પ્રસુતાને સમયસર સારવાર આપીને સફળતાપૂર્વક એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવી હતી.
જિલ્લા ૧૦૮ અધિકારી વિશ્રુત જોશીએ જણાવ્યું હતું કે, ઉના નવાબંદર ૧૦૮ એમ્બ્યુલન્સને એક કૉલ મળ્યો હતો કે ઉના તાલુકાના પાલડી ગામે એક સગર્ભા મહિલાને ડિલિવરીનો દુઃખાવો ઉપડયો છે.
કૉલ મળતાં જ ૧૦૮ એમ્બ્યુલન્સ ગણતરીના મિનિટોમાં પાલડી ગામ પહોંચી હતી અને પ્રસુતાને ડિલિવરી માટે એમ્બ્યુલન્સમાં લઈ હોસ્પિટલ લઈ જવા નીકળ્યા હતા તેવા સમયે પ્રસુતાને દુઃખાવામાં વધારો થયો હતો.
એમ.ટી. હરેશભાઈ વાઢેર દ્વારા અમદાવાદ સ્થિત હેડ ઓફિસના ડોક્ટરની મદદ લઈ જરૂરી સારવાર આપવાનું ચાલુ કર્યું હતું અને એમ.ટી. હરેશભાઈ સાથે પાયલટ નારણભાઈએ રસ્તા પર ૧૦૮ એમ્બ્યુલન્સ ઉભી રાખી એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવવામાં આવી હતી.
પ્રસુતાએ એક તંદુરસ્ત અને સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો હતો અને માતા અને પુત્રીને જરૂરી સારવાર માટે નજીકના પ્રાઇમરી હેલ્થ સેન્ટર, દેલવાડા ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં. આ રીતે ૧૦૮ ઈમરજન્સી સેવાની સારી કામગીરીને પેશન્ટના પરિવારજનોએ બિરદાવી હતી.
૦૦ ૦૦૦ ૦૦ ૦૦૦
આ પ્રકારના તમામ સમાચાર માટેે
