સુરેન્દ્રનગર એસટી ડેપોમાં બેબી રૂમ-પંખા શરૂ કરાયા હતા
સુરેન્દ્રનગર એસટી ડેપોમાં બેબી રૂમ તેમજ વીઆઈપી રૂમની ચાવી હવે કંટ્રોલ રૂમના હસ્તક કરાઈ હતી ચાવી લોકોને આ રૂમમાંથી મળશે જ્યારે ડેપોમાં 12 પંખા પણ શરૂ કરાતા મુસાફરોમાં રાહતની લાગણી ફેલાઇ હતી સુરેન્દ્રનગર બસ સ્ટેશનમાં દૈનિક 14000થી વધુ મુસાફરો આવ-જા કરી રહ્યાં છે બીજી તરફ ડેપોમાં આવારા તત્વો સહિતની બદીના કારણે એસટી તંત્ર પણ ત્રસ્ત બની ગયું છે કારણ કે બેબી રૂમ અને વીઆઈપી રૂમ જ્યારે પણ ખૂલ્લો રાખવામાં આવતો હતો ત્યારે આવારા તત્વો કે દારૂડીયાઓ તેમાં ઘૂસી જતા ઘર્ષણના બનાવો બનતા હતા જેના કારણે આ રૂમોને બંધ કરીને તેની ચાવી હવે કંટ્રોલ રૂમમાં મૂકવામાં આવી હતી એસટી તંત્રે જણાવ્યું કે, અહીં આવતી મહિલાઓને જ્યારે પણ બેબી રૂમનો ઉપયોગ કરવો હોય તેમજ વીઆઈપી રૂમની જે લોકોને જરૂરિયાત હોય તેઓએ હવે કંટ્રોલ રૂમમાંથી સવારે 5થી રાત્રિના 9 કલાક સુધી મળી શકશે ડેપોમાં પંખાઓ પણ બંધ રહેતા મુસાફરો ગરમીમાં પણ ત્રાહિમામ્ પોકારતા હતા ત્યારે એસટી તંત્રે બંધ રહેલા પંખાઓનો નિકાલ કરીને 12 પંખા શરૂ કરાતા લોકોમાં રાહતની લાગણી ફેલાઇ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
