સુરેન્દ્રનગર LCB પોલીસે સાયલા તાલુકાનાં બે અસામાજીક તત્વોને પાસા હેઠળ જેલમાં ધકેલાયા - At This Time

સુરેન્દ્રનગર LCB પોલીસે સાયલા તાલુકાનાં બે અસામાજીક તત્વોને પાસા હેઠળ જેલમાં ધકેલાયા


સરકાર દ્વારા ગુજરાત અસામાજીક પ્રવૃતિ અટકાવવા બાબતના અધિનિયમ 1985માં સુધારા કરી નવા એમેન્ડમેન્ટ બહાર પાડવામાં આવેલ જે અન્વયે અશોકકુમાર યાદવ પોલીસ મહા નિરીક્ષક રાજકોટ રેન્જની સુચના મુજબ ડો. રાજેન્દ્ર એમ. પટેલ જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર સુરેન્દ્રનગર તથા ડો. ગીરીશ પંડયા નાયબ પોલીસ મહાનિરીક્ષક સુરેન્દ્રનગર દ્વારા સમગ્ર જીલ્લામાં આમ જનતાની કિંમતી જમીનો પર ગેરકાયદેસર કબ્જો કરી ખંડણી ઉઘરાવવા, અપહરણ તથા લુંટ મારામારી, હથિયાર ધારા, ખનીજ ખનન વહન, દારૂ, જુગાર તેમજ અન્ય ગુન્હાહિત અસામાજીક પ્રવૃતિ કરી જાહેર વ્યવસ્થાને બાધક રૂપ પ્રવૃતિ સાથે સંકળાયેલ ઈસમોને સખત હાથે ડામી દેવા માટે સરકારના નવા એમેન્ડમેન્ટ મુજબ પાસા જેવા કડક પગલાઓ લેવા સુચના કરેલ જે અન્વયે સુરેન્દ્રનગર એલસીબી પીઆઇ જે.જે. જાડેજા તથા એલસીબી સ્ટાફને આવી પ્રવૃતિ સાથે સંકળાયેલ ઈસમ સોતાજભાઈ હરીસિંહ યાદવ રહે સુદામડા સાયલા જી. સુરેન્દ્રનગર, ખાસ જેલ પાલારા ભુજ અને કુલદિપભાઈ સોતાજભાઈ યાદવ રહે સુદામડા સાયલા જી. સુરેન્દ્રનગર મધ્યસ્થ જેલ લાજપોર સુરત ખાતે વિરૂધ્ધ પાસા તડીપાર દરખાસ્તો તૈયાર કરાવવા સુચના કરતા સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરીર સબંધી ગુન્હાઓ આચરવા તથા ગેરકાયદેસર ખનીજ ખનનની અસામાજીક પ્રવૃતિના કેસોમાં સંડોવાયેલ બે ઈસમો વિરૂધ્ધ પાસા દરખાસ્તો તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ સુરેન્દ્રનગર તરફ મોકલતા આ કામના આરોપીઓ વિરૂધ્ધ પાસા વોરંટ ઈસ્યુ કરતા આ કામના આરોપીઓને એલસીબી સાયલા પોલીસની ટીમ દ્વરા અટકાયતમાં લઈ પાસા વોરંટની બજવણી કરી હુકમ મુજબ લગત જેલહવાલે કરેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image