અમદાવાદની જીવદયા સંસ્થા દર્શના એનિમલ વેલ્ફેર એ વિજાપુર પોલીસ ને પશુ બચાવવા માહિતી આપતા એક પશુ નો જીવ બચાવ્યો.
મળતી માહિતી મુજબ વિજાપુરમાં જોગણી માતાના મંદિરે બકરાનો બલી ચઢાવવા આ અંગે માહિતી આપતા વિજાપુર પોલીસે સમયસર પહોંચી એક પશુને બચાવી લીધુ હતું અને એક મહિલા સહિત પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો હતો,
મહેસાણા જીલ્લામાં પશુબલી મામલે આ પ્રથમ ગુનો નોંધાયો છે,
અમદાવાદના દર્શના એનિમલ વેલફેર ટ્રસ્ટના સંચાલક આકાશભાઈ ચાવડાને ગુરુવાર સાંજે બાતમી મળી હતી કે વિજાપુર મામલતદાર કચેરીની પાછળ આવેલા જોગણી માતા ના મંદિરમાં કેટલાક શખ્સો બાધા- માનતા પૂરી કરવા બે બકરા બલી આપવા અર્થે લાવેલા જેની તાત્કાલિક વિજાપુર પોલીસ ને જાણ કરાઇ હતી જો કે પોલીસ પહોંચે તે પહેલાં એક પશુની વિધિમાં મારણ થઈ ગયેલ અને એક પશુ નો જીવ બચાવી લેવાયો હતો,
મોડી રાત્રે વિજાપુર પોલીસે ( ૫ ) શખ્સો સામે પ્રાણી સાચવણી અંગેના અધિનિયમ, બી.બી.એમ.સી એક્ટ, આઇ.પી.સી અને પશુઓ પ્રત્યે પ્રની ક્રુરતા પ્રતિબંધ અધિનિયમ હેઠળ કુલ ૭ કલમો હેઠળ ગુના ની નોંઘ કરી કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.
Report by :- Keyur Thakkar
Ahmedabad
9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.