ગુજરાતની દિકરીઓ સાથે અન્યાય: અન્ય રાજ્યોમાં મહિલા સન્માન, ગુજરાતમાં કેમ નહીં? – પ્રતાપ દુધાત
ગુજરાતની દિકરીઓ સાથે અન્યાય: અન્ય રાજ્યોમાં મહિલા સન્માન, ગુજરાતમાં કેમ નહીં? – પ્રતાપ દુધાત
અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અને સાવરકુંડલા-લીલીયાના પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ગુજરાતમાં મહિલાઓ પ્રત્યેની નીતિઓ અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં મહિલાઓને માસિક રૂ. ૨૫૦૦ની સહાય, ગેસ સિલિન્ડર પર રૂ. ૫૦૦ની સબસિડી, વૃદ્ધ મહિલાઓને રૂ. ૩૦૦૦નું પેન્શન અને મફત વીજળી જેવી સવલતો આપવામાં આવે છે. દુધાતે આક્ષેપ કર્યો છે કે ગુજરાતમાં ૩૦ વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં, રાજ્યની મહિલાઓને આવી કોઈ યોજનાનો લાભ મળતો નથી. તેમણે કહ્યું કે સરકાર માત્ર નારી સશક્તિકરણની પોકળ જાહેરાતો કરે છે, જ્યારે વાસ્તવમાં મહિલાઓ ન્યાય માટે વલખાં મારી રહી છે. પત્રના અંતમાં દુધાતે માંગ કરી છે કે ગુજરાતની બહેન-દીકરીઓને નિષ્પક્ષ રીતે ન્યાય મળવો જોઈએ અને અન્ય રાજ્યોની જેમ તેમને પણ આર્થિક સહાય અને સવલતો પૂરી પાડવામાં આવે.
9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે
