ઉંદરને પકડવા માટેના ગ્લુટ્રેપ પર પ્રતિબંધ
રાજકોટ તા. ૦૨ ઓગસ્ટ - ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ, ગાંધીનગર અને કલેકટરશ્રી, રાજકોટની સૂચના અનુસાર ઉંદરને પકડવા માટે ઉપયોગમાં લેવાતા ગ્લુટેપને (ગ્લુ બોર્ડ અથવા સ્ટીકી ટ્રેપ) કારણે પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ-1960ના નિયમ ૧૧ પેટા કલમ (5)નો ભંગ થાય છે. આ પ્રકારની ટેપના ઉપયોગથી ઉંદરને યાતના ભોગવવી પડતી હોવાથી રાજકોટ જિલ્લામાં ગ્લુ ટેપ્સના ઉત્પાદન, વેચાણ અને તેના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ઉંદરોનું નિયંત્રણ ઇચ્છનીય છે, પરંતુ તે માટે ઉપયોગમાં લેવાતી પધ્ધતિ પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ-1960 અને તેના હેઠળના નિયમો સાથે સુસંગત હોવી જરૂરી છે. ગ્લટ્રેપના ઉપયોગથી ઉંદરોનું ડીહાઈડ્રેશન, ભૂખમરા, ગુંગળામણથી ખૂબ જ પીડાદાયક રીતે મૃત્યુ થાય છે. ઉંદરોની વસ્તીના નિયંત્રણ અંગે અન્ય માનવીય ઉપાયો હોય ત્યારે અત્યંત ક્રૂર પધ્ધતિ અપનાવવાનું ટાળવું જોઈએ, તેમ અધ્યક્ષ પ્રાણી ક્રૂરતા નિવારણ સમિતિ,રાજકોટની યાદીમાં જણાવાયું છે.
9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.