વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ૩૨ સગર્ભા બહેનો ને સુખડી વિતરણ - At This Time

વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ૩૨ સગર્ભા બહેનો ને સુખડી વિતરણ


વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ૩૨ સગર્ભા બહેનો ને સુખડી વિતરણ

બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા વિચરતી અને વિમુક્ત જ્ઞાતિ ના સરાણિયા અને દેવીપુજક સમાજની ૩૨ સગર્ભા બહેનોને સંસ્થા ના ખાસ શુભેચ્છક શ્રી કિશોરભાઈ હરીભાઇ દડીયા મુંબઈ ની ૫૮ મી એનીવરસરી નિમિત્તે તારીખ ૨૭ મી ફેબ્રુઆરી ના રોજ વિના મૂલ્યે સુખડી વિતરણ કરવામાં આવેલ. મુંબઈ ના જાણીતા સાયકોલોજીસ્ટ શ્રી પુજાબેન પીયુષભાઈ શાહે જરૂરી માર્ગદર્શન આપેલ. સૌ લાભાર્થી બહેનો એ કિશોરભાઈ તથા મંજુલાબેન ને તેમની લગ્ન ગાંઠ પ્રસંગે શુભેચ્છા પાઠવેલ તેમ મહેન્દ્ર પાથર ની યાદી માં જણાવેલ છે. દેવચંદ સાવલિયા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા પરીવાર.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image