( શાળા પરિસર રાષ્ટ્રગીતના ગાનથી ગૂંજી ઉઠયું ) " ૭૬ - માં સ્વાતંત્ર્ય પર્વની સિમળીયા પ્રાથમિક શાળામાં ઉત્સાહભેર ઉજવણી " - At This Time

( શાળા પરિસર રાષ્ટ્રગીતના ગાનથી ગૂંજી ઉઠયું ) ” ૭૬ – માં સ્વાતંત્ર્ય પર્વની સિમળીયા પ્રાથમિક શાળામાં ઉત્સાહભેર ઉજવણી “


રિપોર્ટ:- નિમેષ સોની, ડભોઈ

૧૫મી ઓગસ્ટની સમગ્ર દેશભરમાં ધામધૂમથી ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. ત્યારે ડભોઈ તાલુકાની સીમળીયા પ્રાથમિક શાળાના પરિસરમાં પણ આ રાષ્ટ્રીય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
વહેલી સવારે સવારે ૮ : ૦૦ કલાકે શાળાના પટાંગણમાં ગામના ગ્રામજનો, આગેવાનો અને વિધાર્થીઓની ઉપસ્થિતિમાં સ્થાનિક સિનિયર સિટીઝનના વરદ હસ્તે આન - બાન - શાન સાથે આદરપૂર્વક ત્રિરંગો રાષ્ટ્રધ્વજ લહેરાવી સન્માનપૂર્વક સલામી આપવામાં આવી હતી. સમગ્ર વાતાવરણ વંદે માતરમ્, ભારત માતા કી જય અને દેશપ્રેમ વ્યકત કરતાં નારાઓથી ઉઠી ગુંજી ઉઠ્યું હતું. રાષ્ટ્રગીત જન - ગણ - મન રાષ્ટ્ર પ્રેમનાં જુસ્સાભેર લયબદ્ધ રીતે ગવાયું હતું. સવારે પ્રભાતફેરી યોજાઈ હતી. વિધાર્થીઓ દ્રારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ ખૂબ જ ઉત્સાહભેર રજૂ કરવામાં આવ્યા હતા.
શાળાના આચાર્ય સતિષભાઈ રાઠવા દ્વારા ઉપસ્થિત દરેકને આઝાદીના આ પર્વની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે ગ્રામજનો, ગામનાં આગેવાનો, શાળાના એસ.એમ.સીના સભ્યો, વાલી મિત્રો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.