આજે સાંજથી ભુરખીયાની પદયાત્રાનો પ્રારંભ
અમરેલી શહેર અને જિલ્લામાં શનિવારનાં હનુમાન જયંતિ આવતી હોવાથી અંજનીનાં જાયાને વધાવવા માટે ભક્તજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લામાં ગામે ગામ હનુમાન જયંતિ ઉજવવા માટે સેવકો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અમરેલીથી ભુરખીયા જવા માટે શુક્રવાર તા.11-4 નાં સાંજથી રાત્રીભર પદયાત્રીઓનો પ્રવાહ શરૂ રહેશે. અમરેલીથી ભુરખીયા જતા પદયાત્રીઓ માટે જુદી જુદી સેવાભાવી સંસ્થાઓ દ્વારા રસ્તામાં ચા-પાણી, નાસ્તા, શરબત સહિતનાં વિવિધ સ્ટોલો ઉભા કરવામાં આવેલ છે. પદયાત્રીઓને રસ્તામાં કોઇ અડચણ ન થાય તે માટે અમરેલીથી લાઠી સુધી પોલીસ બંદોબસ્ત અને હોમગાર્ડનો બંદોબસ્ત ગોઠવાયો છે. અમરેલીમાં ટાવર પાસે આવેલ બાલાજી હનુમાન ધ્ાુન મંડળ દ્વારા હનુમાન જયંતિ નિમિતે આરતી, પ્રસાદ, લાલવાવ હનુમાન મંદિર લાઠી રોડ, ગાવડકા રોડ બાલાજી, પંચમુખી હનુમાન, ભોજલીયા, રોકડીયા, અકાળા અકાળીયા હનુમાન મંદિર સહિત વિવિધ હનુમાન દાદાની ડેરીએ જુદા જુદા કાર્યક્રમો જેમાં બટુક ભોજન, મહાપ્રસાદ હનુમંત યજ્ઞ, પુજન, અર્ચન, હનુમાન ચાલીસા, સુંદરકાંડ તેમજ સત્યનારાયણ ભગવાનની કથા સહિતનાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.
9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે
