લોકાર્પણ-ખાતમુહૂર્તના અવસરને ઉત્સવ તરીકે ઉજવવા જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી.ડી.પલસાણાનો અનુરોધ
બોટાદના ૧૦ ગામોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, ડો.બાબા સાહેબ આંબેડકર અને પંડિત દિનદયાળ આવાસ અંતર્ગત નિર્માણ પામેલા આવાસોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે
૨૭ થી ૨૯ સપ્ટેમ્બર દરમ્યાન ”સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા અભિયાન તેમજ વિવિધ સ્પર્ધાઓ યોજાશે
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતેથી સમગ્ર રાજ્યના ૩,૨૧૭ ગામોના પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૧૫,૦૦૦થી વધુ આવાસોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવશે. જે અન્વયે બોટાદ જિલ્લાના ૧૦ ગામોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૨૫ આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ સાથે તા.૩૦મીએ ગ્રામ્ય સ્તરે વડાપ્રધાનશ્રીના આ કાર્યક્રમનું વિવિધ ચેનલમાં જીવંત / લાઈવ પ્રસારણ પ્રસારણ નિહાળવામાં આવશે. આ કાર્યક્રમના સુચારૂં આયોજન અર્થે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણાના અધ્યક્ષ સ્થાને ઉચ્ચ અધિકારીઓ સાથે જિલ્લાકક્ષાની બેઠક આયોજન કરવામાં આવ્યું હતું.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ ઉચ્ચ અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, આ કાર્યક્રમને જિલ્લામાં એક ઉત્સવ તરીકે ઉજવવામાં તેવો માહોલ તૈયાર કરવો. જેથી નવનિર્મિત આવાસમાં પ્રવેશ મેળવતા તમામ લાભાર્થીઓ માટે આ પળ યાદગાર બની રહે. તેમણે શાળાઓમાં બાળકો માટે વિવિધ સ્પર્ધાઓ યોજવા, મહિલાઓ માટે આંગણવાડી ખાતે વાનગી સ્પર્ધા યોજવા અને આરોગ્ય વિભાગને ગ્રામ્ય સ્તરે મેડીકલ કેમ્પ અને પીએમજે વાય કાર્ડના કેમ્પનું આયોજન તથા પ્રાકૃતિક ખેતી અંગે સંવાદ યોજી ગ્રામજનોને જાગૃત કરવા સહિત રચનાત્મક સૂચનો કર્યા હતા.
કાર્યક્રમ અંગે વધુ માહિતી આપતા શ્રી પી.ડી. પલસાણાએ જણાવ્યું હતું કે, તા. ૨૭ થી ૨૯ સપ્ટેમ્બર દરમ્યાન ”સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ અંતર્ગત સફાઈ અભિયાન, આરોગ્ય કેમ્પ, વૃક્ષારોપણ પ્રભાત ફેરી, વિવિધ સ્પર્ધાઓ સહિતના કાર્યક્રમો યોજાશે. સ્વચ્છતા રેલી, સફાઈ ઝુંબેશ, શાળા, પંચાયત ઘર, આરોગ્ય કેન્દ્ર સહિતના સ્થળોએ સફાઈ તેમજ સુશોભન કરવા અનુરોધ કર્યો હતો. બેઠકમાં સંલગ્ન વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
રિપોર્ટર:ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.