૩૩- પ્રાંતિજ વિધાનસભા માટે ઉમેદવાર તેમના નામની દરખાસ્ત ૧૭મી નવેમ્બર સુધી મોકલી શકશે - At This Time

૩૩- પ્રાંતિજ વિધાનસભા માટે ઉમેદવાર તેમના નામની દરખાસ્ત ૧૭મી નવેમ્બર સુધી મોકલી શકશે


સાબરકાંઠા જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે ૩૩-પ્રાંતિજ વિધાનસભા મતદાર વિભાગની ચૂંટણીની નોટીસ તા.૧૦/૧૧/૨૦૨૨ ના રોજ પ્રસિધ્ધ કરેલ છે. જે અનુસાર આ વિધાનસભા મતદાર વિભાગના ઉમેદવારી પત્રો તા. ૧૦/૧૧/૨૦૨૨થી તા. ૧૭/૧૧/૨૦૨૨ સુધી  કામકાજના દિવસો દરમિયાન સવારના ૧૧-૦૦ કલાકથી બપોરના ૩-૦૦ કલાક દરમિયાન ચૂંટણી અધિકારી,૩૩-પ્રાંતિજ વિધાનસભા મતદાર વિભાગ  અને પ્રાંત અધિકારી, પ્રાંતિજની કચેરી ખાતે અથવા મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી અને મામલતદાર પ્રાંતિજની કચેરી ખાતે સ્વીકારવામાં આવશે. ઉમેદવારી પત્રોની ચકાસણી તા.(૧૮/૧૧/૨૦૨૨)  શુક્ર્વારના રોજ ૧૧-૦૦ કલાકે હાથ ધરવામાં આવશે. ઉમેદવારી પત્રો તા. ૨૧/૧૧/૨૦૨૨ (સોમવાર)ના રોજ બપોરના ૩-૦૦ કલાક પહેલા પાછા ખેંચી શકાશે. ચૂંટણી લડાશે તો મતદાન તા. ૫/૧૨/૨૦૨૨ના રોજ સવારના ૮-૦૦ કલાક થી સાંજના ૫-૦૦ કલાક દરમિયાન કરવામાં આવશે. એમ શ્રી એમ.એન. ડોડીયા, ચૂંટણી અધિકારી, ૩૩-પ્રાંતિજ વિધાનસભા મતદાર વિભાગની અને  પ્રાંત અધિકારીશ્રી પ્રાંતિજની એક અખબારી યાદીમાં જણાવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.