ફોનમાં ધમકી આપવા મામલે બે પક્ષ વચ્ચે ધોકા અને છરી ઉડી: બે યુવાનો ઘવાયા
ફોનમાં ધમકી આપવા મામલે બે પક્ષ વચ્ચે રેસકોર્સમાં બઘડાટી બોલી હતી. ધોકા અને છરીઓથી થયેલ મારામારીમાં લાઈનબોય અને મોરબી રહેતાં એસટી ડ્રાઇવરના પુત્રને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે પ્ર. નગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે ગૈારવગીરી પ્રવિણગીરી ગૌસ્વામી (ઉ.વ.24) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે યોગેન્દ્રગીરી મહેશગીરી ગોસ્વામી, તરૂણગીરી મહેશગીરી ગોસ્વામી, નેમિશગીરી યોગેન્દ્રસિંહ ગોસ્વામી (રહે.ત્રણેય મોરબી) અને દિવ્યેશ ભારથી ઉર્ફે દિવ્યાંગ ભારથી (રહે.વાવડી) નું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ ડ્રાઇવીંગ કરે છે. તેઓ તેમના માતા-પિતા અને મોટાભાઈ રાજગીરી સાથે રહે છે. તેમનો મોટો ભાઈ છ એક મહિનાથી અલગ રહે છે.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું કે, બે થી અઢી મહિના પહેલા મતેમની સગાઇ કાલાવડ રોડ રહેતા નરેન્દ્રગીરીની દિકરી પાયલ સાથે થયેલ હતી. બાદમાં તેણીને તેના ભાભીની મામાની પુત્રીડ સંપર્ક કરી પાયલને તેણીને કહેલ કે, આ છોકરો સારો નથી તેની સાથે સગાઇ તોડી નાખવાનું કહેતાં તે વાત યુવતીએ ફરિયાદીને કરી હતી.
જેથી પાયલને કહેલ કે,તું તેઓને ફોન કરી કહી દેજે કે, તું અને તારી બહેન સારી નથી. બાદમાં ગઈકાલે સવારના તેના ભાઈના સસરા યોગેન્દ્રગીરીનો ફોન આવેલ કે, તુ મારી દિકરીની શું વાતો ઉડાવે છે. ધ્યાન રાખજે બાકી તને જીવતો નહી રહેવા દવ, જેથી તેમને કહેલ કે, મારો કોઇ વાક નથી તમે રૂબરૂ મળો તો તમને વાત સમજાવું, જેથી આરોપીએ કહેલ કે, તુ ક્યા છો પૂછતાં તેમને સોરઠીયાવાડી સર્કલ પાસે આવવાનું કહ્યું હતું.
બાદમાં યોગેન્દ્રગીરીનો ફરીવાર ફોન આવેલ કે, મને તુ ક્યાં છો અમે રાજકોટ આવેલ છીએ જેથી તેને રેસકોર્ષના ગ્રાઉન્ડમાં આવવાનું કહેતાં યોગેન્દ્રગીરી તેનો પુત્ર નૈમીષગીરી તેમનો ભાઇ તરૂણગીરી અને દિવ્યાંગભારથી ઘસી આવેલ અને સમાધાનની વાતો થતી હોય ત્યારે ઉશ્કેરાય જઇ ચારેય શખ્સો ઢીકા- પાટુનો માર મારવા લાગેલ હતાં. તેઓએ પણ બચાવમાં મારમાર્યો હતો.ઉપરાંત તરૂણગીરીએ લાકડાના ધોકા વડે હુમલો કરેલ અને અન્ય શખ્સોએ છુટા પથ્થરનો ઘા કરેલ કરતાં માથામાં અને કપાળના ભાગે ઇજા પહોંચતા લોહી લુહાણ થઈ ગયાં હતા.
બાદમાં યોગેન્દ્રગીરીએ તું પાછો મળ તને જાનથી મારી નાંખવો છે કહી ચારેય નાસી છૂટ્યા હતાં. બાદમાં તેમને ઇજાગ્રસ્ત હાલતમાં 108 મારફતે સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.જ્યારે સામાપક્ષે મોરબીમાં શનાળા રોડ પર યદુનંદન સોસાયટીમાં રહેતાં નૈમીષગીરી યોગેન્દ્રગીરી ગૌસ્વામી જાતે બાવાજી (ઉ.વ.23) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ગૌરવગીરી પ્રવિણગિરી ગોસ્વામીનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ મજૂરીકામ કરે છે અને તેમના પિતા એસ.ટી.માં ડ્રાઇવર નોકરી કરે છે.
તેમના બહેનની સગાઇ એક વર્ષ પહેલા રાજકોટ રહેતા રાજગીરી સાથે થઈ હતી અને બાદમાં તેમના બનેવી મોરબી રહે છે. ગઈ તા.17/03/2024 ના તેઓ ઘરે હતો ત્યારે મારા પપ્પા એ મને રેકોડીંગ સંભળાવેલ અને તેમના બનેવીનો સગો નાનો ભાઈ ગૌરવ ગાળો બોલતો હોય તેવુ રેકોડીંગ સાંભળેલ જેથી તેના પિતાને પૂછતાં કહેલ કે, આપણી દીકરી અને જમાઈને તે વારંવાર ફોન કરી હેરાન કરતો હોય જેથી તેને સમજાવા ફોન કરતાં ગાળો આપી હતી.
તેમજ આરોપીએ સમાધાન માટે કહેતાં ગઈકાલે તે તેના પિતા, કાકા અને વાવડી રહેતો તેમનો ફઈનો પુત્ર રેસકોર્ષ ગ્રાઉન્ડે ગયેલ ત્યા ગૌરાંગ ઉભેલ હતો.બાદમાં સમાધાની વાત ચાલું હતી ત્યારે આરોપીએ તેમના પિતાને કહેલ કે, તમે કાંઇ પણ હોશીયારી કરશો તો તમને જાનથી મારી નાખીશ તેમ કહીને ઢીકાપાટુનો માર મારવા લાગ્યો હતો.
ફરિયાદી તેમના પિતાને છોડાવવા જતાં આરોપીએ છરી કાઢી પીઠમાં ઘા ઝીંકી દિધો હતો. બાદમાં તેમના પિતા સહિતના લોકો તેની પાછળ દોડતા આરોપી નાસી છૂટ્યો હતો. બાદમાં ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગેની સામસામી ફરીયાદ પરથી પ્ર. નગર પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.